ટેક્નોલોજીના પ્લેટફોર્મનો ઉપયોગ ગંદકી ફેલાવવા માટે ન થવો જોઈએ : પીએમ મોદી

0
25

મોદીએ નમો એપથી વારાણસીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો

ભારત સૌથી વધુ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે, દેશ સૌથી ઝડપથી આગળ વધતા વિમાન બજાર અને સૌથી મોટા મોબાઈલ ફોન વિનિર્માતા બની ગયો
ન્યુ દિલ્હી,તા.૨૯
વારાણસીમાં પાર્ટીના વિભિન્ન વિભાગોના કાર્યકર્તાઓની સાથે નરેન્દ્ર મોદી એપના માધ્યમથી સંવાદ કરતા વડાપ્રધાને કહ્યુ કે સોશિયલ મીડિયા પર ક્યારેક ક્્યારેક લોકો પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે. કોઈ પણ ખોટી વાત સાંભળે છે અને તેને શેર કરી નાખે છે. સોશિયલ મીડિયા પર અનેકવાર લોકો પોતાની મર્યાદા પાર કરી નાખતા હોય છે. જેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યુ કે એક જવાબદાર નાગરિક તરીકે બધાનું કર્તવ્ય છે કે તેઓ આ ટેક્નોલોજીના પ્લેટફોર્મનો ઉપયોગ ગંદકી ફેલાવવા માટે ન કરવાનો સંકલ્પ લેવો જોઇએ.
વડાપ્રધાને કહ્યુ કે અનેકવાર તો લોકો તેને સાંભળતા પણ નથી. અનેક લોકો એવા શબ્દોનો ઉપયોગ કરે છે કે સભ્ય સમાજમાં અસ્વીકાર્ય છે, શોભા આપતું નથી. મહિલાઓ વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કરાય છે. મોદીએ કહ્યુ કે, આ કોઈ રાજકીય પક્ષની વાત નથી. તે સવા સો કરોડ લોકોનો વિષય છે. આવામાં આપણે સંકલ્પ લઈએ કે આ સોશિયલ મીડિયાના ટેક્નોલોજીના પ્લેટફોર્મનો ઉપયોગ ક્યારેય ગંદકી ફેલાવવા માટે ન કરીએ.
આ સાથે જ તેમણે કહ્યુ કે, સ્વચ્છતા અભિયાન દિમાગી સ્વચ્છતા સાથે પણ જોડાયેલું છે. મોદીએ કહ્યુ કે મોહલ્લામાં તૂ તૂ મેં મેં દરેક દેશમાં થતું હશે. પહેલા ક્યારેય ગામમાં કોઈને ભનક સુદ્ધા લાગતી નહતી. હું તો ક્યારેક ક્યારેક સ્તબ્ધ થઈ જાઉ છું કે આજે બે પાડોશીઓની લડાઈને પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેવાય છે. જે નેશનલ ન્યૂઝ પણ બની જાય છે.
પીએમ મોદીએ કાર્યકર્તાઓને કહ્યુ કે, તેઓ બદલાતા ભારતની તસવીરો લોકોને દેખાડવા માટે મોબાઈલથી નાના નાના વીડિયો તૈયાર કરો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરો. તેમણે ભાર મૂક્યો કે આજે ભારતના દરેક ગામમાં વીજળી છે, ભારત સૌથી વધુ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે, દેશ સૌથી ઝડપથી આગળ વધતા વિમાન બજાર અને સૌથી મોટા મોબાઈલ ફોન વિનિર્માતા બની ગયો છે. આવામાં આપણી પાસે પણ ઘણું બધુ છે જે લોકોને ગોરવાન્વિત કરી શકે છે.
વડાપ્રધાને મંડળ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને કÌšં કે ૨૧થી ૨૩ જાન્યુઆરી સુધી બનારસમાં થનારા પ્રવાસી ભારતીય સંનેલન ભાજપનું નહીં, કાશીવાસીઓનું હોવું જોઈએ. સાથે જ તેમણે શહેરને સંવારવાની ટિપ્સ આપી.પ્રવાસી ભારતીય દિવસના આયોજનની તૈયારી પર વડાપ્રધાને કહ્યુ કે શહેરને સ્વચ્છ રાખવાનું અભિયાન ચલાવવામાં આવે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY