ભીમા-કોરેગાંવ કેસ : પાંચ ડાબેરી વિચારકો પાંચ સપ્ટે.સુધી નજરકેદ રખાશે

0
36

સુપ્રિમ કોર્ટે અસહમતિને લોકતંત્રનો સેફ્ટી વાલ્વ ગણાવ્યો
ન્યુ દિલ્હી,તા.૨૯
સુપ્રીમ કોર્ટે ભીમા-કોરેગાંવ કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાંચ ડાબેરી વિચારકોને ૫ સપ્ટેમ્બર સુધી નજરકેદ કરવાનો આદેશ આપ્યો છે. પુણે પોલીસની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ છે કે, અસહમતિ લોકતંત્રનો સેફ્ટી વાલ્વ છે. તેની મંજૂરી આપવામાં ન આવે તો પ્રેશર કૂકર ફાટી શકે છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ સરકાર અને અન્ય પક્ષકારોને ૫ સપ્ટેમ્બર સુધી જવાબ આપવાનો આદેશ આપ્યો છે. અરજી કરનાર રાજીવ ધવનનું કહેવું છે કે, ધરપકડ ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે.
નક્સલીઓ સાથે સંબંધ રાખવાના આરોપમાં ધરપકડ બાદ પોલીસ મંગળવારની રાતે જ વારવાર રાવ, વર્નોન ગોન્સાલ્વિસ અને અરુણ ફરેરાને પુણે લઈ ગઈ. બુધવારે તેમને કડક સુરક્ષામાં જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. બીજી તરફ, દિલ્હી હાઈકોર્ટના આદેશ પર બે અન્ય આરોપી ગૌતમ નવલખા અને સુધા ભારદ્વાજને મંગળવારની રાતથી જ નજરકેદ રાખવામાં આવ્યા છે. હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પાંચેય આરોપીઓને નજરકેદ રાખવામાં આવશે.
આ તરફ પૂણે પોલીસે દાવો કર્યો છે કે, આરોપીઓની સામે પુરતાં પુરવા છે. પોલીસનો આરોપ લગાવ્યો કે, પ્રતિબિંધિત આરોપીઓના સીપીઆઈ માઓવાદી સાથે સંબંધ છે. પોલીસે દાવો કર્યો કે, આ લોકો નેતાઓની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. જેના માટે પોલીસે હાર્ડ ડિસ્ક, લેપટોપ અને અન્ય વસ્તુઓ કબ્જામાં લીધી છે.
ભીમા કોરેગાંવ હિંસા સાથે જોડાયેલા કેસમાં મંગળવારના રોજ પૂણે પોલીસના નેતૃત્વમાં દેશભરમાં દરોડા પાડ્યા હતા. આ દરમ્યાન કેટલાંય વામપંથ વિચારકોની ધરપકડ કરાઇ. ત્યારબાદથી આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં પૂણે પોલીસે માઓવાદી નેતાની તરફથી લખાયેલ એક કથિત પત્રને જપ્ત કર્યો હતો તેમાં દેશમાં વિભિન્ન નકસલ ગતિવિધિઓ માટે પ્રતિષ્ઠ્તિ તેલુગુ કવિ વરવરા રાવના કથિત ‘માર્ગદર્શન’ માટે તેમના વખાણ કરાયા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY