ઈન્દોર,તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યપ્રદેશના ઈન્દોર ખાતેની યાત્રા પહેલાં આંતકી હુમલાની આશંકાથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. એજન્સીઓને એવી બાતમી આપી છે કે, આંતકીઓ મહિલાના વેષમાં વડાપ્રધાનના પંડાલમાં ઘુસી શકે છે. વડાપ્રધાનના કાર્યક્રમ માટે ખાસ પંડાલ બનાવાયો છે. સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા ગઈકાલે સાંજે મંડાલમાં પ્રવેશનારી દરેક વ્યક્તિની ચકાસણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન આવતીકાલે શુક્રવારના રોજ ઈન્દોર ખાતે વોહરા સમાજના કાર્યક્રમમાં હાજરી આપવાના છે.
વોહરા સમાજની સૈફીનગર મસ્જિદને સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવી છે. સલામતિ એજન્સીઓને એવી બાતમી મળી છે કે, અહીં આંતકીઓ હમલો કરી શકે છે.
એડીજી અને એસપીજી અધિકારીઓએ સુરક્ષામાં ગઈકાલથી જ ચોકસાઈ શ કરી છે. ઓળખપત્ર વગર કોઈને વડાપ્રધાનની નિકટ જવા દેવાશે નહીં. વોહરા સમાજના વોલેન્ટીયર્સ અને બુરહાની ગાર્ડનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. શુક્રવારના કાર્યક્રમમાં ૬૦ ટકા મહિલાઓ આવવાની છે.
આ સ્થળે ૨૦૦ જેટલી મહિલા વોલેન્ટીયર્સ કામકાજમાં રહેવાની છે અને બધાની ચકાસણી શ કરી દેવાઈ છે. મહિલા પોલીસ અધિકારીઓને વોહરા મહિલાઓના વેષમાં બુરખામાં ગુપ્ત રીતે ગોઠવી દેવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


