શ્રીનગર,તા.૧૩
જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓએ ધૂષણખોરી કરી હોવાની બાતમી મળ્યા બાદ સોપોરના આરમપોરા વિસ્તારમાં આજે સવારે નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબી કાર્યવાહી દરમિયાન સુરક્ષાદળોએ ગોળીબાર કરીને બે આતંકીઓને ઠાર કર્યા હતા.
તેમણે જણાવ્યું કે, છૂપાયેલા આતંકીઓએ સર્ચ ઓપેરેશન દરમિયાન સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો ત્યારબાદ સુરક્ષાદળોએ જવાબી ફાયરિંગ કરી હતી અને અથડામણ સર્જાઇ હતી. તેમણે જણાવ્યું કે, આતંકીઓને ઠાર કરાયા બાદ ઓપરેશન પૂર્ણ થઇ ગયું છે. આતંકીઓના મૃતદેહ ડ્રોનમાં જાઇ શકાય છે જાકે મૃતદેહ હજુ હટાવાયા નથી.
એન્કાઉન્ટર સવારે ૪ વગ્યાથી ચાલું હતું અને સવારે ૧૦ વાગ્યે પૂર્ણ થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને સોપોર જિલ્લા વહીવટી તંત્રએ તમામ શાળાને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. અને સાથે ત્રાલમાં શ્રીનગર બારામુલા રેલવે સેવાઓને પણ સ્થગિત કરી દેવાઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



