ત્રિપલ તલાક : મોદીનો માસ્ટરસ્ટ્રોક

0
11

મુસ્લિમ સમાજમાં ત્રિપલ તલાકની કુપ્રથાને અપરાધ તરીકે જાહેર કરવા માટે વટહુકમનો રસ્તો અપનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માસ્ટર સ્ટ્રોક મારી દીધો છે.

મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આ વટહુકમ મારફતે એક એવો દાવો રમી કાઢ્યો છે જેનો રસ્તો કોંગ્રેસ પાર્ટી પાસે દેખાતો નથી. કોંગ્રેસપાસે પહેલા પણ આનો જવાબ ન હતો અને હવે પણ નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલાથી જ ત્રિપલ તલાકને ગેરબંધારણીય તરીકે ગણાવીને આની પહેલ કરી છે પરંતુ ભાજપ સરકારે આ મુદ્દાને પકડીને આ દિશામાં ઝડપથી આગેકુચ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલ કરવામાં આવ્યા બાદ સરકારની પાસે આને કાનુની રૂપ આપવા સિવાય કોઇ રસ્તો નથી પરંતુ કોંગ્રેસની ઉદાસીનતાના કારણે ભાજપને આના કારણે રાજકીય લાભ ઉઠાવવાની તક આપી દીધી છે.

મુસ્લમ મહિલા બિલને કોંગ્રેસ પાર્ટીએ જે રીતે રોકવાના પ્રયાસ કર્યા છે તેના કારણે કોંગ્રેસની હાલત કફોડી બની ગઇ છે. આજિવિકા ભથ્થુ ન આપવાની સ્થતીમાં હોવાની પરિસ્થતીમાં પતિની સંપત્તિને વેચીને આવુ કરવાની જાગવાઇ આમાં નથી તેમ દર્શાવીને કોંગ્રેસ પાર્ટીએ તેના અનુભવહિનતાનુ પ્રદર્શન કરી દીધુ છે. કોંગ્રેસ પાર્ટીએ જે તર્ક આપ્યા છે તે કોઇને ગળે ઉતરે તેવા નથી. બીજી બાજુ ભાજપ સરકાર ઇચ્છતી હોત તો નાનાકડા સુધારા કરીને આ મુદ્દે વિપક્ષની મંજુરી લઇ શકી હોત. બંને પાર્ટી આ મુદ્દાને લઇે રાજકીય લાભ લેવાના પ્રયાસમાં છે. આવી સ્થતીમાં સહમતી દર્શાવવા માટેના પ્રયાસ ગંભીરતા સાથે કરવામાં આવ્યા નથી. હે વટહુકમ લાવીને ભાજપ સરકાર અધિકારો પ્રત્યે સાવધાન રહેલી મુસ્લમ મહિલાઓમાં પોતાના સોફ્ટ કોર્નરને સ્થાપિત કરવામાં ચોક્કસપણે સફળ રહેશે.

હકીકતમાં આ મામલે ભાજપની પાસે ગુમાવવા માટે કઇ પણ નથી. જ્યારે કોંગ્રેસને તેના પરંપરાગત મુસ્લમ વોટ હાથમાંથી નિકળી જવાનો ડર છે. રાજકીય પક્ષો માટે આ વિષય રાજકીય અભ્યાસનો વિષય બનવો જાિએ. પ્રગતિશીલતા અને રૂઢીવાદી બાબતો બંને સાથે લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. બંને નાવમાં મુસાફરી કરવાની કોંગ્રેસની વર્ષો જુની ટેવ રહી છે. છેલ્લા ૭૦ વર્ષમાં જ્યાં જ્યાં ભુલ થઇ ત્યાં ત્યાં સુધારા કરવાની કોંગ્રેસે કોઇ હિમ્મત કરી નથી. આના કારણે જ કોંગ્રેસે જ્યાં ભુલ કરી ત્યાંથી જ ઓક્સીજન મેળવી લેવાના પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે અને તેને ફાયદો પણ થયો છે. આનો અર્થ એ નથી કે ભાજપ પ્રગતિશીલતાના કેપ્ટન તરીકે છે. પરંતુ જા ભાજપ સરકાર હિન્દુ સમાજની કુરિતીઓની સામે પણ જા આવુ જ વલણ અપનાવશે તો તેને શ્રેષ્ઠ ગણી શકાશે. હાલમાં તો આવા કોઇ લક્ષણ દેખાતા નથી. પરંતુ એક બાબત તો નક્કી છે કે ખુબ સાવધાનીપૂર્વક ભાજપના લોકો એવા મુદ્દા પર પ્રગતિશીલ દેખાડવાના પ્રયાસ કરી રહી છે જ્યાં તેને ગુમાવવા માટે નથી.

ત્રિપલ તલાક ઉપરાંત પણ મુસ્લમની કેટલીક ખોટી પરંપરા રહેલી છે. પોતાની કુરિતીઓની સામે સમાજ પહેલા આગળ આવે તે તો વધારે સારી બાબત છે. આના પર કોર્ટને અથવા તો સરકારને દરમિયાનગીરી ન કરવી પડે તે વધારે સારી બાબત છે. કમનસીબ રીતે આ પ્રક્રિયા સામાજિક અને સાંસ્કૃતિક રીતે રોકાઇ ગઇ છે. જ્યારે કાનુનના હથોડાથી આવુ કરવામાં આવશે તો કોઇને કોઇને ઠેસ તો લાગશે તે સ્વાભાવિક છે.

પુરૂષ પ્રધાન મુસ્લમ સમાજના કેટલાક ઠેકેદારો દ્વારા ત્રિપલ તલાક પર લાવવામાં આવેલા વટહુકમનો વિરોધ કરવાની શરૂઆત કરી દીધી છે. તેમના દબાણ હેઠળ કેટલીક મુસ્લમ મહિલા પણ આનો વિરોધ રહી છે અને આની સામે વાંધો ઉઠાવી રહી છે. આમાં કોઇ બેમત નથી કે ત્રિપલ તલાક અને પર્દાપ્રથાના કારણે સમાજના લોકો ખુબ પાછળ રહી ગયા છે. ખાસ કરીને મહિલાઓ ખુબ પાછળ રહી ગઇ છે. પરદાની પાછળ છુપાયેલા ચહેરા પર ત્રિપલ તલાકને લઇને વટહુકમ બાદ ચોક્કસપણે રાહતની બાબત છે કે રાજનીતિ થઇ રહી છે છતાં એક દુષણ અને કુરીતિથી મુÂક્ત મળવા જઇ રહી છે. ભારતીય જનતા પાર્ટી ત્રિપલ તલાકના મુદ્દા પર આક્રમક રીતે આગળ વધવા માંગે છે. આના કારણે તેને લાભ થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY