આજવામાં ત્રાટક્યા તસ્કરો,જૈન દેરાસરમાં લાખ્ખોની ચોરી કરી ફરાર

0
3

વડોદરા,તા.૨૨
શહેરના આજવા રોડ ઉપર મહાવીર હોલ સામે આવેલ જૈન જિનાલયમાં શુક્રવારે મધરાત્રે ત્રાટકેલ તસ્કર ૩ દાનપેટી (ભંડારો)માંથી લાખ્ખો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પર્યુષણ પર્વમાં આવેલી દાનની રકમ ચોરનાર સી.સી. ટી.વી.માં કેદ થઇ જતાં, પોલીસે સી.સી. ટી.વી. ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર આજવા રોડ મહાવિર હોલ સામે જૈન જિનાલય આવેલું છે. શુક્રવારે મોડી રાત્રે એક વ્યÂક્ત જિનાલયના મુખ્ય દરવાજાનું તાળું તોડીને પ્રવેશ્યો હતો. અને જિનાલય સ્થિત ૩ દાન પેટી તોડીને તેમાંથી દાનમાં આવેલી રોકડ રકમની ચોરી કરી બિદાસ્ત ફરાર થઇ ગયો હતો.
જિનાલયમાં ચોરી કરનાર યુવાન જિનાલય સ્થિત સી.સી. ટી.વી.માં કેદ થઇ ગયો હતો. સી.સી. ટી.વી. ફૂટેજમાં આ યુવાન ચશ્માધારી અને પાતળા બાંધાનો હોવાનું જણાય છે. આજે સવારે જિનાલયમાં આવેલ સત્તાવાળાઓને જિનાલયમાં ચોરી થઇ હોવાની જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા. તુરતજ તેઓએ જિનાલયના અન્ય ટ્રસ્ટીઓને જાણ કરતા તેઓ પણ જિનાલયમાં દોડી આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY