ન્યુ દિલ્હી,તા.૨૨
મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત દેશના ૮ રાજ્યોમાં થઇ રહેલ વરસાદ અડધા ભારત પર કહેર બની શકે છે. ઓડિશામાં તબાહી મચાવ્યા બાદ ડેઇ વાવાઝોડું દેશના બાકી ભાગમાં પોતાની અસર દેખાડી શકે છે. ડેઇ વાવાઝોડુંને લઇ ઘણા રાજ્યોમાં મોસમ વિભાગે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આવનારા કેટલાક સમયમાં મોસમનો રંગ બદલાઇ શકે છે.
મોસમ વિભાગે ભોપાલ, ઇંદોર, ઉજજૈન, ગ્વાલિયર-ચંહલ સંભાગ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ મોસમમાં દરિયો તોફાને ચઢ્યો છે. દરિયાઇ વાવાઝોડું સર્જાઇ બાદ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. મોસમ વિભાગે હાઇએલર્ટ જાહેર કરી દીધુ છે. પ્રથમવાર આ વાતાવરણમાં સાઇક્લોન સિસ્ટમ બની રહી છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે શનિવારે પારો નીચે ગગડ્યો છે. મોસમ વિભાગનું કહેવું છે કે, સોમવાર સુધીમાં વરસાદ પડશે. ક્ષેત્રીય મોસમ વિજ્ઞાનનું કહેવું છે કે, ઘણા સ્થાને ભારેથી અતિભારે વરસાદ ખાબક્્યો. સોલમ અને પાલમપુર કસ્બામાં સૌથી વધારે ૫૦ મિલીમિટર વરસાદ નોંધાયો.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ વરસાદ વરસ્યો છે. મોસમ વિભાગનું માનીએ તો શનિવારે પણ ઓડિશા, તેલંગાણા, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. રાજધાની દિલ્હી શુક્રવાર રાત્રે ઘણા વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ પડ્યો હતો. શનિવારે સવારે પણ વાદળો છવાયેલા રહ્યા. સાંજે પણ વરસાદ પડવાની સંભાવના છે, વરસાદના કારણે તાપમાનમાં કમી આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




