મોદી-સિદ્ધારમૈયા વચ્ચે સ્પર્ધા

0
107

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે ૧૨મી મેના દિવસે મતદાન યોજાનાર છે અને ૧૫મી મેના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. તમામ રાજકીય પંડિતો નકકરપણે માને છે કે કર્ણાટકમાં મુખ્ય સ્પર્ધા મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જાવા મળનાર છે.સિદ્ધારમૈયા પોતાના કામના આધાર પર મત માંગી રહ્યા છે. સિદ્ધારમૈયાએ દલિત, મુસ્લિમ અને ઓબીસીના ગઠબંધનના પ્રયાસ કરી રહ્યા છે. શરૂઆતમાં સિદ્ધારમેયાએ ગઠબંધનને પ્રભાવિત કરવા માટે કલ્યાણકારી યોજના બનાવી હતી. ત્યારબાદ તેમને તમામ માટે લાગુ કરાવી હતી. સિદ્ધારમેયાએ સામાન્ય લોકોને એક રૂપિાય કિલો ચોખા, મફ્ત ઇંડા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. ત્યારબાદ ફરી ઇન્દિરા કેન્ટીન પણ શરૂ કરવામાં આવી હતી. આ કેન્ટીનમાં સિદ્ધારમેયાએ માત્ર ૧૦ રૂપિયામાં પુરતા પ્રમાણમાં દાળ ભાત ઉપલબ્ધ કરાવી દીધા છે. વિદ્યાર્થીઓ માટે મફ્ત પુસ્તકો અને લેપટોપ પણ અપાયા છે. પાંચ વર્ષમાં સામાન્ય રીતે લોકો સરકારથી નાખુશ રહે છે પરંતુ અહીં આવી સ્થિતી નથી. સરકારની કામગીરીથી લોકો સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. બીજી બાજુ મોદી ઝંઝાવતી પ્રચાર મારફતે વાતાવરણને બદલી નાંખવાના પ્રયાસ કરી શકે છે. સામાન્ય રીતે મોદી પ્રચારના અંતિમ તબક્કામાં જ પ્રચાર કરે છે અને માહોલ ભાજપ તરફી કરે છે. મોટા ભાગના રાજ્યોમાં મોદીના નેતૃત્વમાં ભાજપે હાલના સમયમાં સપાટો બોલાવ્યા છે. મોદી રાજ્યમાં ઓછામાં ઓછી ૧૫ રેલી કરવા તૈયાર છે. ભાજપ પ્રમુખ અમિત શાહ ૩૦ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથ ૨૦થી વધારે રેલીને સંબોધન કરનાર છે. વડાપ્રધાન સ્થિતી મુજબ તેમની રેલીની સંખ્યાને વધારી શકે છે અથવા તો ઘટાડી શકે છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર ખતમ થવા આડે હવે બે સપ્તાહથી પણ ઓછો સમય ગાળો છે. પ્રચારનો ૧૦મી મેના દિવસ સાંજે પાંચ વાગે અંત આવનાર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY