કર્ણાટક : પવનની દિશા નક્કી કરશે

0
137

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઇને હવે વધારો સમય રહ્યો નથી. ગણતરીના ૧૨ દિવસનો સમય રહ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષો તમામ પ્રકારની તૈયારીમાં લાગેલા છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અહીં સ્પર્ધા રહેલી છે. કર્ણાટકની ચૂંટણીના પરિણામ ભાવિ પવનની દિશા નકકી કરનાર છે. મે મહિનામાં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. છેલ્લા ત્રણ દશકોથી દરેક વખત ચૂંટણીમાં સત્તામાં પરિવર્તન જાવા મળે છે. કર્ણાટક જેવા રાજ્યમાં ભાજપના દેખાવ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. દક્ષિણ કર્ણાટકમાં જનતા જળ (એસ)ની સ્થિતી મજબુત દેખાઇ રહી છે. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા પણ પોતાની મુખ્યપ્રધાન તરીકેની ખુરશી બચાવી લેવા માટે લાગેલા છે. તેઓ બનતા તમામ પ્રયાસો લોકોને પ્રભાવિત કરવા માટે કરી રહ્યા છે. રાજકીય નિષ્ણાંતો અને પંડિતો માને છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ વર્ષ ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણી માટે પવન નક્કી કરી શકે છે. ૧૫મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર પરિણામ ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે ઉપયોગી છે. હાલમાં જ બિહાર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ ભાજપ માટે વઘારે સારા રહ્યા નથી. એમ પણ કહેવામાં આવ્યુ હતુ કે આ પરિણામ ફેરફારની જનભાવનાને રજૂ કરે છે. જા કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થશે તો કહી શકાશે કે ફેરફાર માટેની જનભાવનાની બાબત યોગ્ય નથી. માત્ર કેટલાક લોકો આવી પ્રકારની હવા ચલાવી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી કર્ણાટકની ચૂંટણીને દક્ષિણ ભારતીય રાજયોના ગેટવે તરીકે જુએ છે. આના કારણે પ્રચારમાં તમામ તાકાત હવે લગાવી દેવામાં આવી છે. ખાસ બાબત એ છે કે કર્ણાટકમાં ક્યારેય પણ કોઇ એક પાર્ટી સતત બીજી વખત સત્તામાં આવી શકી નથી. જા કર્ણાટકમાં કોંગ્રેસ જીતશે તો કહી શકાશે કે આ તેના ફરી સજીવન થવાની શરૂઆત છે. ત્યારબાદની ચૂંટણીમાં તે વધારે મજબુતી સાથે ગઠબંધનની દ્રષ્ટિએ દાવો કરી શકશે. કારણ કે જીત થવાની સ્થિતીમાં તેની વાપસી તરીકે ગણવામાં આવશે. તેની સાથે કેટલાક નવા પક્ષો પણ સામેલ થવા માટે તૈયાર થશે. રાજ્યમાં મોદીને લઇને કેટલીક નારાજગી ભલે હોય પરંતુ તેમની પ્રતિષ્ઠા અકબંધ રહી છે. મોદી કર્ણાટકમાં પણ એજ જાદુ જગાવી શકશે જે જાદુ તેઓ ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાં દર્શાવી એકપથી એક રાજ્યમાં કોંગ્રેસને પરાજિત કરતા રહ્યા છે. જા કોંગ્રેસ હારશે તો અન્ય પક્ષોના ગઠબંધનમાં તેની સ્થિતી વધારે નબળી થઇ જશે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સાથે જે રીતે થયુ છે તેવુ અહીં ન થાય તેવા પ્રયાસ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. કર્ણાટક સાથે સાથે એવા સંદેશા પણ જશે કે કોંગ્રેસ મુક્ત ભારત થવાની દિશામાં વાત આગળ વધી રહી છે. એકંદરે જીત જ કોંગ્રેસને બચાવી શકે છે. બીજી બાજુ દક્ષિણ કર્ણાટકમાં જેડીએસની સ્થિતી ઝડપતી મજબુત થઇ રહી છે. યુવામાં કુમારસ્વામીની લોકપ્રિયતા સતત વધી રહી છે. જા જનતા દળ (એસ) ૪૫ જેટલી સીટ જીતશે તો સંકેત મળશે કે ક્ષેત્રીય દળો માટે પણ બેઠા થવાની તક છે. ક્ષેત્રીય દળો માટે પરિણામ ઉત્સાહજનક રહેવાની સ્થિતીમાં અન્ય પ્રાદેશિક પક્ષો એક સાથે આવવા વિચારણા કરી શકે છે. કર્ણાટકમાં કોંગ્રેસને સત્તાથી દુર રાખવા માટે ખાસ કરીને જુના મૈસુરમાં જનતા દળ એસ અને ભાજપ વચ્ચે જમીન સ્તર પર સમજુતી થવાની શક્યતા છે. જા કોંગ્રેસ ફરી એકવાર સરકાર બનાવવાની સ્થિતીમાં રહે છે તો તેની ક્રેડિટ સિદ્ધારમૈયાને જ જશે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંઘી પણ પહેલા જ કહી ચુક્યા છે કે સિદ્ધારમૈયા કોંગ્રેસના ચહેરા તરીકે છે. સિદ્ધારમૈયા પોતાના કામના આધાર પર મત માંગી રહ્યા છે. સિદ્ધારમૈયાએ દલિત, મુસ્લિમ અને ઓબીસીના ગઠબંધનના પ્રયાસ કરી રહ્યા છે. શરૂઆતમાં સિદ્ધારમેયાએ ગઠબંધનને પ્રભાવિત કરવા માટે કલ્યાણકારી યોજના બનાવી હતી. ત્યારબાદ તેમને તમામ માટે લાગુ કરાવી હતી. સિદ્ધારમેયાએ સામાન્ય લોકોને એક રૂપિાય કિલો ચોખા, મફ્ત ઇંડા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. ત્યારબાદ ફરી ઇન્દિરા કેન્ટીન પણ શરૂ કરવામાં આવી હતી. આ કેન્ટીનમાં સિદ્ધારમેયાએ માત્ર ૧૦ રૂપિયામાં પુરતા પ્રમાણમાં દાળ ભાત ઉપલબ્ધ કરાવી દીધા છે. …

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY