ભાજપ બીજી સર્જિકલ સ્ટ્રાઇકનો રાજકીય લાભ લે છેઃ વિરોધ પક્ષો

0
7

પટના,તા.૧
ભારતીય જનતા પક્ષ (ભાજપ) બીજી સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સાથે વધેલા તણાવનો રાજકીય લાભ લઇ રહ્યો હોવાનો આક્ષેપ આરજેડી સહિત બિહારના અન્ય વિરોધ પક્ષોએ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવા તણાવભર્યા વાતવારણમાં પોતાના પક્ષના બૂથ લેવલના કાર્યકર્તા સાથે યોજેલા સંવાદો પર નારાજગી વ્યક્ત કરી હતી.
આ સિવાય, બાલાકોટ પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પક્ષને કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી જીતવામાં મદદ કરશેવાળા ભાજપના નેતા બી. એસ. યેદીયૂરપ્પાએ કરેલા વિધાન માટે વિરોધ દર્શાવ્યો હતો. રાજ્યના પ્રસ્તાવિત મહાગઠબંધનના નેતાઓએ આપણો એક પાઇલટ પાકિસ્તાનના કબજામાં છે ત્યારે આવા સમયે ૦૩ માર્ચે બિહારની રાજધાની પટનામાં એનડીએ દ્વારા યોજેલી રેલી વિશે સવાલ કર્યો હતો.
આગામી લોકસભાની ચૂંટણી માટેના પ્રચારની શરૂઆત પટનાથી કરવામાં આવશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન નીતિશકુમાર અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન રવિવારે સભાને સંબોધશે. બિહારમાં લોકસભાની મહ¥વની ૪૦ બેઠક છે. રાજ્યસભાના આરજેડીના સાંસદ મનોજ જહાનાજણાવ્યા અનુસાર અત્યારની ગંભીર પરિસ્થિતિમાં ચૂંટણી સભા યોજવાના ભાજપના નેતાઓના નિર્ણયનો અર્થ એ જ થાય છે કે તેઓ આ સ્થિતિનો લાભ લોકસભાની ચૂંટણી વખતે લેવા માગે છે.
એમણે દાખલો આપતા જણાવ્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં લઇને તેજસ્વી યાદવે પોતાની જહાનાબાદની સભા રદ કરી હતી. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ હોય ત્યારે રાજકીય ચિંતા છોડી દેવી જાઇએ. હું વડા પ્રધાન અને અન્ય નેતાઓને ૩જી ફેબ્રુઆરીની સભા રદ કરવાની અપીલ કરું છું. બિહારના કાંગ્રેસના કાર્યકારી પ્રમુખ કૌકબ કાદરીએ પણ એવું જ વિધાન કરતા જણાવ્યું હતું કે આજે જ્યારે વિરોધ પક્ષ સુરક્ષા દળને પોતાનો ટેકો દર્શાવવા માટે પોતાની સભાઓ રદ કરી રહી છે, ત્યારે સત્તાધારી પક્ષે પણ જવાબદારીભર્યું વર્તન કરવું જોઇએ. આવા જ પ્રકારના વિધાનો આરએલએસપીના મહામંત્રી માધવ આનંદ અને હિંદુસ્તાની આવામ મોરચાના નેતા સંતોષકુમાર માંઝીએ પણ કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY