મોંઘવારી વધુ વધી જશે

0
177

જેને લઇને ભય હતો તે જ બાબત હવે બની છે. સતત ગબડી રહેલા રૂપિયાની કિંમતે નવો ઇતિહાસ રચી દીધો છે. ડોલરની સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટી પર પહોંચી જવા માટે કેટલાક કારણો રહેલા છે. અમેરિકી ડોલરની કિંમત ૭૧ના આંકડાને પાર કરી ગઇ છે. એટલે કે દેશના સામાન્ય લોકોને હજુ મોંધવારીની સામે વધારે સંઘર્ષ કરવાની ફરજ પડશે.

ડોલરની સામે રૂપિયામાં ઘટાડા અને ડોલરની વધતી જતી કિંમતના કારણે સીધી અસર સામાન્ય વ્યÂક્તના ખિસ્સા પર થનર છે. વર્ષ ૨૦૧૩ની તુલનામાં રૂપિયામાં આશરે ૧૦ ટકા સુધી અવમુલ્યન થઇ ગયુ છે. ૨૯મી ઓગષ્ટ ૨૦૧૩ના દિવસે એક ડોલરની કિંમત ૬૫.૨૧ રૂપિયા હતી. જ્યારે હવે કિંમત ૭૧ ઉપર પહોંચી ગઇ છે. ક્રુડ ઓઇલની કિંમતમાં અવિરત વધારો થઇ રહ્યો છે. સાથે સાથે આયાતકારો દ્વારા ડોલરની માંગ કરવામાં આવી રહી છે. આવી સ્થતીમાં સુધારો થઇ રહ્યો નથી. આયાત પર વધારે આધારિત રહેવાની બાબત વધારે અનુકુળ કોઇ દેશ માટે નથી.ભારત જેવા દેશ માટે રૂપિયામાં આટલા પ્રમાણમાં અવમુલ્યન યોગ્ય છે કે કેમ તેને લઇને અર્થશા†ીઓમાં ચર્ચા ચાલી રહી છે. આના કારણે શુ અમારી અર્થવ્યવસ્થાની કમર તુટી જશે નહીં ? ડોલરની કિંમત વધારે થવાના કારણે તમામ સામાન્ય ઉપયોગનમી ચીજામાં વધારો થશે. તેમની કિમતમાં વધારો થશે.એ તમામ વસ્તુઓ મોંઘી બની જશે જેમાં વિદેશી કોઇ પણ ચીજનો ઉપયોગ કરવામાં આવે છે. વિદેશી યાત્રા, અભ્યાસ, સારવાર ખર્ચ આશરે ૧૦ ટક સુધી વધી જવાની શક્યતા છે. ફુગાવો પણ વધશે. સાથે સાથે ક્રુડ ઓઇલ વધારે મોંઘુ બની જવાના કારણે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થશે. અમેરિકા અને અન્ય કેટલાક દેશોમાં લાખો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી લેવા માટે વિદેશ જાય છે.

અમેરિકામાં થોડાક વર્ષ પહેલા સુધી એક વિદ્યાર્થીનો ખર્ચ ૩૦થી ૪૦ જાર ડોલર સુધી આવતો હતો. એ પણ એ વખતે જ્યારે ડોલરની કિંમત ૬૪-૬૫ રૂપિયાની વચ્ચે હતી. તેમાં હવે ૧૦ ટકાનો અથવા તો ત્રણથી ચાર લાખ રૂપિયાનો વધારો થઇ જશે. વિદેશોમાં શિક્ષણ મેળવી લેવા માટે જવા ઇચ્છુક મોટા ભાગના મધ્યમ વર્ગના પરિવારના સભ્યો હોય છે. તેમના વાલીઓ માટે આ ૧૦ ટકાનો વધારો તેમની મુશ્કેલી અનેક ગણી વધારી દેશે. એટલી બાબત ચોક્કસ પણે છે કે ડોલરની કિંમત વધવાના કારણે નિકાસકારો અને પ્રવાસને વેગ મળશે. આઇટી કર્મચારીઓની આવકમાં વધારો થશે. પરંતુ આ લાભ ટુંકા ગાળા માટે અને નુકસાન લાંબા ગાળે માટે રહેશે તે બાબત તો નક્કી દેખાઇ રહી છે. ભારત સરકારના આર્થિક મામલાના સચિવ એસસી ગર્ગે હાલમાં કહ્યુ હતુ કે ડોલર ૭૦ રૂપિયાથી વધારે જશે નહીં. જા કે આ દાવાની બે દિવસમાં જ હવા નિકળી ગઇ છે. આર્થિક મામલાના નિષ્ણાંતોની ગણતરી પણ ખોટી સાબિત થઇ રહી છે. આર્થિક મામલાના કેટલાક નિષ્ણાંતો તો હજુ પણ કિંમતમાં ઘટાડો થશે તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે. એટલે કે ભવિષ્યમાં પરેશાની સતત વધનાર છે. નાણાં મંત્રાલય અને રિઝર્વ બેંકને રૂપિયાના વધારે અવમુલ્યનને રોકવા માટે તરત જ પગલા લેવા જાઇએ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY