જમ્મુ કાશ્મીરમાં એકબાજુ ત્રાસવાદી ઘટનાઓ રોકાઇ રહી નથી. સ્થાનિક ત્રાસવાદીઓ સેના અને સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને અવિરતપણે હુમલા કરી રહ્યા છે.
બીજી બાજુ સરહદ પારથી ત્રાસવાદીઓની ઘુસણખોરી પણ જારી રહી છે. એટલામાં ઓછુ હોય તેમ સ્થાનિક કટ્ટરપંથી લોકો કાશ્મીરમાં જુદા જુદા પ્રશ્ને યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ તમામ કારણોસર જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની ગતિવિધી રોકાઇ રહી નથી. સેના દ્વારા ઓપરેશન ઓલઆઉટ અસરકારક રીતે જારી હોવા છતાં ત્રાસવાદી ગતિવિધી જારી રહી છે. પાકિસ્તાન તરફથી નાપાક હરકતો જારી રાખીને અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેથી ભારત સામે બેવડા મોરચે મોટા પડકારો ઉભા થઇ ગયા છે. પાકિસ્તાનને ઇંટનો જવાબ પથ્થરથી આપવાની વાત કરનાર અને એક હદ સુધી જ તેને ચલાવી લેવામાં આવશે તેવી વાત કરનાર સરકાર હાથ પર હાથ રાખીને બેસેલી છે જેથી સામાન્ય લોકો નારાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી આક્રમક વલણની અપેક્ષા દેશના લોકો રાખે છે.
ભારત સરકારે રમજાન મહિના દરમિયાન માનવતાનો પરિચય આપીને ત્રાસવાદીઓ સામે ઓપરેશન હાથ નહીં ધરવાનો નિર્ણય કર્યો હતો. સુરક્ષા દળોને ત્રાસવાદીઓની સામે કોઇ કાર્યવાહી ન કરવા માટે કહ્યુહતુ. પરંતુ આ વાત ત્રાસવાદીઓ સારી રીતે સમજી શક્યા ન હતા. તેમના ખતરનાક ઇરાદા સપાટી પર આવ્યા હતા. તેમના દ્વારા રમજાન મહિનામાં પણ હુમલા કરવામાં આવ્યા હતા. રમજાન દરમિયાન ત્રાસવાદીઓએ સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને અવિરત હુમલા કર્યા હતા. સાથે સાથે યુદ્ધવિરામની જાહેરાતનો લાભ ઉઠાવ્યો હતો. પાકિસ્તાનનો અસલી ચહેરો એ વખતે સપાટી પર આવી ગયો હતો જ્યારે પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો અને તેમાં ચાર જવાન શહીદ થઇ ગયા હતા. હાલમાં સરહદ પર એકવાર ફરી પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફના ચાર જવાન શહીદ થયા હતા અન્ય પાંચ ઘાયલ પણ થયા હતા.
જમ્મુના રામગઢ સેક્ટરના ચમલિયાલ પોસ્ટ પર પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીએસએફના એક આસીસ્ટન્ટ કમાન્ડેન્ટ પણ શહીદ થયા હતા. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ એવા સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે ભારતે ત્રાસવાદીઓ સામે ઓપરેશન હાથ નહીં ધરવાની જાહેરાત કરી છે. હાલમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. હાલમાં પાકિસ્તાનની અપીલ બાદ આરએસપુરા સ્થત વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન સરહદ ઉપર ફ્લેગ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બીએસએફ અને પાકિસ્તાની રેન્જરના અધિકારી સામેલ થયા હતા. આ બેઠક દરમિયાન ભારતે યુદ્ધવિરામ ભંગ સામે જારદાર વાંધો ઉઠાવ્યો હતો. હાલમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવા છતાં હુમલા જારી રહ્યા છે. જે મોટી બાબત છે. આ વર્ષે જાન્યુઆરીથી હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકોનો સમાવેશ થાય છે. ૪૦થી વધારે સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે.
૧૪૩ પૈકી ત્રણ ડઝન લોકોના મોત રમઝાન દરમિયાન થયા હતા. બીજા બાજુ સરહદ પર પાકિસ્તાને નાપાક હરકત કરીને ગોળીબાર જારી રાખ્યો છે. ગોળીબાર હેઠળ ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ રીતે જમ્મુ કાશ્મીરમાં એકબાજુ સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાને અવિરત સ્થતી ખરા કરવાના પ્રયાસ કર્યા છે. બીજી બાજુ ત્રાસવાદીઓ દ્વારા સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. રક્તપાતનો દોર જારી રહેતા સરકારને હવે વધુ ગંભીરતા સાથે નિર્ણાયક પગલા લેવાની જરૂરિયાત દેખાઇ રહી છે.
હદ તો હવે થઇ રહી છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ હવે પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. સર્જિકલ સ્ટ્રાઇકને લઇને કરવામાં આવેલા દાવાની પોલ પણ ખુલી રહી છે. મોદી સરકારના શાસન કાળમાં મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા છે. પાકિસ્તાન સામે વધારે નક્કર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




