ગાંધીનગર,તા.૭
રાજ્યના ઉત્તરીય ભાગોમાં વરસાદ ખેંચાતાં પશુધન માટે ચારાની વ્યવસ્થા માટે સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના પશુધન પ્રત્યે સંવેદના દાખવતાં નિર્ણય જાહેર કર્યો છે કે રાહતદરનું ઘાસ ચાલુ રાખવામાં આવશે.
રાજ્યના કુલ ૪૪ તાલુકાઓ કે જ્યાં ૧૨૫ મી.મીથી ઓછો વરસાદ થયો છે તેવા તાલુકાઓમાં ગૌશાળા પાંંજરાપોળના પશુઓ માટે તે તાલુકાઓમાં ૧૨૫ મી મી વરસાદ થાય ત્યાં સુધી અથવા અન્ય નિર્ણય થતાં સુધી ૨ રૂપિયે કિલોના રાહત દરે ઘાસનું વિતરણ ચાલુ રાખવામાં આવશે.
આ રાહત દરે ઘાસ વિતરણની મુદત ૩૧ જુલાઈના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ જરૂરત વર્તાતાં પશુપાલકોની રજૂઆતોને લઇને સરકારે રાહત દરનું ઘાસ વિતરણ પૂરું પાડવા નક્કી કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



