ગુજરાતની તમામ પાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે હળવદના સફાઈ કર્મચારીઓ કરશે હડતાલ તાજેતરમાં ગુજરાત નગરપાલિકા ના સફાઈ કામદારોના પ્રશ્ને અમદાવાદ સર્કીટ હાઉસ ખાતે જનરલ મીટીંગ મળી હતી જેમાં સરકાર દ્વારા પડતર પ્રશ્નો ના ઉકેલાય તો મંગળવારથી હડતાલ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે
અમદાવાદ ખાતે મળેલી મીટીંગને પગલે હળવદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ આજે ચીફ ઓફિસર હળવદને આવેદન પાઠવ્યું હતું જેમાં મીટીંગમાં ઠરાવ્યા અનુસાર સરકારને નોટીસ આપવાની અને મુખ્યમંત્રીને માંગણીઓનું આવેદન પત્ર આપવામાં આવ્યા છે અને વિવિધ માંગણીઓ સંતોષવા કરેલી રજૂઆત છતાં કોઈ પગલા લેવાયા નથી ત્યારે આગામી તા. ૦૪ સુધીમાં કોઈ નિર્ણય ના આવે તો તા. ૦૫-૦૩ થી તમામ કામદારો હડતાલ પર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



