મોરબીમા કોલગેસ પ્રતિબંધને આવકાર : મયુર નેચર ક્લબે એનજીટીને અભિનંદન પાઠવ્યા

0
267

મયુર નેચર ક્લબ દ્વારા નિર્ણયને આવકાર, સિરામિક ઉદ્યોગને કરી અપીલ

તાજેતરમાં એનજીટી દ્વારા સિરામિકમાં કોલગેસ પ્રતિબંધ અંગે ચુકાદો આપ્યો છે જે નિર્ણયને મોરબીની મયુર નેચર નામની પર્યાવરણ પ્રેમી સંસ્થાએ આવકાર્યો છે અને પર્યાવરણ બચાવવા જાગૃત બનવા અપીલ કરી છે

મયુર નેચર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ અખબારી યાદીમાં જણાવ્યું છે કે દિન પ્રતિદિન મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા પ્રદુષણ સબબ ચિંતિત પર્યાવરણની સુરક્ષા માટે કામ કરતી મોરબીની સંસ્થા મયુર નેચર ક્લબ સિરામિક ઉદ્યોગમાં કોલગેસ ગેસીફાયર બંધ કરવાના નિર્ણયને આવકારતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ને અભિનંદન પાઠવે છે સાથે સિરામિક ઉદ્યોગકારોને પણ ભવિષ્યમાં aa નિર્ણયને ઉપલી અદાલતમાં પડકારવાને બદલે મોરબીની ભાવી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત રહે અને પર્યાવરણ મુક્ત સમાજના સર્જનમાં ફાળો આપી અન્ય વિકલ્પો જેવા કે નેચરલ ગેસ આધારિત ઉર્જાના ઉપયોગ તરફ વળવા માટે વિનંતી કરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY