મોવી ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પો.કો.સહીત અન્ય સ્ટાફ પર મારી નાખવાના ઇરાદે વાન ચઢાવવાનો નિષ્ફળ પ્રયાસ 

0
244

પો.કો. અને સહિત અન્ય સ્ટાફ વાહન ચેકીંગમાં હતા તે સમયે એક મારુતિ વાનને રોકવા જતા ઉપર ચઢવવાનો પ્રયાસ 

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની મોવી ચેક પોસ્ટ પર ગત 23 માર્ચે સાંજે ફરજ બજાવતા રાજપીપળા પો.સ્ટે.ના પો.કો. તરુણભાઇ રમેશભાઈ સોંકી, હોમગાર્ડ હર્ષદભાઇ સોમાભાઇ વસાવા, જીઆરડી રામસિંગ પારસિંગભાઇ વસાવા તથા કુંવરજીભાઇ બામણીયાભાઇ વસાવા વાહન ચેકીંગની કામગીરી કરતા હતા તે દરમ્યાન મારૂતિવાન નંબર જીજે.૦૫.૮૨૪૨ જેનો સીરીઝ નંબર ખબર નથી ેના ચાલકને વાહન ચેકીંગ માટે ોકવા ઇારો કરતા ચાલકે ફરિયાદી તથા સાથેના કર્મચારીઓ ઉપર મારી નાખવાના ઇરાદા સાથે જાણીજોઈને મારૂતિવાન ગાડી ઉપર નાખી થોડે આગળ ઉભા રહી તમો પોલીસવાળા મારી ગાડી કેમ રોકવાની કોશિષ કરેલ છે અત્યારે બચી ગયા છો અને ફરિ ગાડી રોકવાની કોશિશ કરી તો ગાડી ઉપર ચડાવી દેવાની ધમકી આપી થોડે આગળ જઇ ગાડી વળાવી લઇ આવી ફરીથી પોલીસ ટિમ પર ગાડી નાખવાની કોશિશ કરી જેમાં વાન ના ચાલક નું ઉપરાણુ લઇ બાઇક પર આવેલા બીજા બે વ્યક્તિઓ ત્યાં આવી બાઇક ચલાવનાર વ્યક્તિએ પો.કો.ની ફેટ પકડી ગડદાપાટુનો માર મારી તેમજ મોટર સાયકલ પાછળ બેસીને આવેલ વ્યક્તિએ તેના હાથમાની લોખંડની પાઇપ પો.કો.ને મારી નાંખવના ઇરાદા સાથે માથાના ભાગે મારવા જતા એ ખસી જતા બચી ગયા હતા ત્યારબાદ ગાળાગાળી કરી તેમજ ફરિથી મારૂતિવાન ચાલક તેની પત્નિ સાથે આવી સાહેદો સાથે પણ ગાળાગાળી કરી પોલીસની કાયદેસરની ફરજમા અવરોધ ઉભો કર્યો હોય આ બાબતે વાન ના ચાલાક નરપતભાઇ સોમાભાઇ વસાવા ,મોટર સાયકલ ઉપર આવેલ બે વ્યતિઓ અને નરપતભાઇ સોમાભાઇ વસાવાની પત્ની ચારેય રહે.ખરાઠા તા.નેત્રંગ જી.ભરૂચ સામે પો.કો.એ ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.તપાસ પીએસઆઇ ડી એ ક્રિશ્ચયન કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY