આરોગ્ય મંત્રી ની વિઝીટ એક નર્યુ નાટક :રાજુભાઈ દવે
મોરબીમાં છેલ્લા લાંબા સમયથી અનેક વિવાદમાં સંપડાયેલ જિલ્લા કક્ષાની સિવીલ હોસ્પિટલની આજે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી એ વિઝીટ કરી કામગીરીની સમીક્ષા કરી હતી. આ અંગે હોસ્પિટલ પ્રશાસનને અગાઉથી જ જાણકારી આપી દેવાયેલ હોવાથી હોસ્પિટલ પ્રશાસન સાબદુ થઇ ગયુ હતુ. આરોગ્ય મંત્રીએ રાજ્ય સરકારની વાહ વાહ કરવા જ વિઝીટ કરી હોય અને આ એક નર્યુ નાટક ઉભુ કર્યું હોવાનો સામાજીક કાર્યકર રાજુભાઈ દવે અને જગદીશભાઇ બાંભણીયાએ આક્ષેપ કર્યો હતો.
મોરબી જિલ્લા બન્યાને ચાર ચાર વર્ષનો સમય થઇ ગયો હોય છતાં અહિ આરોગ્ય વિભાગ મરણ પથારીએ પડ્યું હોવાના અનેક અખબારી અહેવાલો બાદ જાત નિરીક્ષણ હતું રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી મોરબી આવી પહોચ્યા હતા. અને સરકીર્ટ હાઉસ ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મિટીંગ યોજી આરોગ્ય સુવિધાની સમીક્ષા કરી હતી. અને મીટીંગ બાદ કાનાણીએ અહી ની લાંબા સમયથી અનેક વિવાદમાં સંપડાયેલ જિલ્લા કક્ષાની સિવીલ હોસ્પિટલની મુલાકાત કરી હતી. પરંતુ આરોગ્યમંત્રીની વિઝીટ અંગે હોસ્પિટલ પ્રશાસનને અગાઉથી જ જાણકારી આપી દેવામાં આવી હોવાથી હોસ્પિટલ પ્રશાસન સાબદુ થઇ ગયુ હતુ જેથી હોસ્પિટલ પ્રશાસનનો એક પણ નેગેટીવ પોઇન્ટ આરોગ્યમંત્રી ને નજરે ચડ્યો નહોતો. આરોગ્યમંત્રીની મુલાકાત દરમિયાન સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, તેમજ રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ હુસેનભાઇ ભટૃી, મુસાભાઇ બ્લોચ સહિતના આગેવાનો હોસ્પિટલના પડતર પ્રશ્રો, તેમજ અસુવિધા મામલે રજુઆત કરવા જતાં તેઓને રોકી દેવાયા હતાં. આ અંગે રાજુભાઈ દવે એ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ૧૮ – ૧૮ વર્ષથી કાયમી અધિક્ષક ન હોય અને ઇન્ચાર્જ થી ગાડું ગબડાવાઇ રહું છે. તો એક પણ સ્પેશ્યાલીસ્ટ સર્જન નથી, તો નસીંગ સ્ટાફની તેમજ મેડીકલ ઓફિસર ની ધટ છે. તો એક જ તબીબ ના હવાલે જિલ્લા કક્ષાની ઓપીડી તેમજ એક જ મેડીકલ ઓફિસર ના સહારે ઇમરજન્શી, અને ઇન્ડોર દર્દી ઓ છે. તેમજ કરોડો રૂપિયાના સાધનો સ્ટાફ ના અભાવે ધુળ ખાઇ રહા છે. તો હોસ્પિટલમાં પુરતી સિકયોરીટી સુવિધાઓ ન હોવાથી ફરજ પર ના ડોકટરો, નસીંગ સ્ટાફ, અને દર્દીઓની કોઇ જ સલામતી ન હોવા છતા આરોગ્યમંત્રી સરકારની વાહ વાહ કરવામાં જ વ્યસ્ત હોય પ્રજાના પ્રશ્રો સાંભળ્યા નો હોવાના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.
જનકભાઈ રાજા.મોરબી
9099115315
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


