વોશિંગ્ટન,તા.૨૮
ટેક્નોલોજીની દિગ્ગજ કંપની એપલ પોતાના નવા ફિચર્સ માટે જાણીતી છે. ગયા વર્ષે જ કંપનીએ આઇફોન એક્સ નોચ સાથે ડિસ્પ્લે આપી અને ત્યારબાદ સ્માર્ટફોનમાં નોચ એક ટ્રેડ જ બની ગયુ. આજે મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ પોતાના ફોનમાં નોચ વાળી(ડિસ્પ્લેની સૌથી ઉપરની ખાલી જગ્યા) ડિસ્પ્લે જ આપી રહી છે.
ત્યારે હવે એપલ એક વધુ નવી તકનીક લઇને આવ્યું છે, જેની મદદથી તમે તમારા લેપટોપથી અને બીજા ફોન દ્વારા કોઇ પણ પ્રકારના તાર વગર એટલે કે, ચાર્જર વગર તમારા ફોનની બેટરી ચાર્જ કરી શકો છો.
એપલની આ નવી તકનીકથી દેખાઇ રહ્યું છે કે, હવેથી આવનાર આઈફોનને કોઈ પણ વાયર એટલે કે, ચાર્જર વગર બીજા આઇફોન અથવા મૈકબુક દ્વારા ચાર્જ કરી શકાશે. મહત્વની વાત છે કે, એક સમયે કોઈ એક નહીં, પરંતુ ઘણા બધા ડિવાઇસને ચાર્જ કરી શકાશે.
એપલના આ પેટન્ટ માટે યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસ દ્વારા ૨૬ જુલાઈ પ્રકાશિત થયું છે. આ પેટન્ટથી જાણવા મળ્યું છે કે એક ડિવાઇસની બેટરીથી બીજા ડિવાઇસની બેટરી ચાર્જ થઈ શકે છે.
પેટન્ટની ફોટો દ્વારા આઇફોન પર આઇપેડ ઉપર બરાબર રાખવું જાઈએ ત્યારબાદ આઇફોન જાતે ચાર્જ થશે. આઈફોન એક્સ માં વાયરલેસ ચા‹જગનો સપોર્ટ છે, પરંતુ તેના માટે અલગથી ચાર્જર ખરીદવું પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


