બ્રેકીંગ ન્યુઝ….હળવદ : વરીયાળીના ભાવ ૧૩૦૦ થી ઘટી સીધા ૯૦૦, ખેડૂતોનો ચક્કાજામ

0
92

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો દ્વારા વરિયાળીના પુરતા ભાવ ના મળતા ચક્કાજામ કર્યા એક કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી . અંદાજિત 12000 બોરી બોરીની આવક

ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો 

મોડલ સ્ટેટ ગુજરાતમાં ખેડૂતોની કેવી દયનીય સ્થિતિ છે તેના અનેક ઉદાહરણો જોવા મળતા હોય છે પાક્વીમાં સહિતના મુદે ખેડૂતો અવારનવાર રોડ પર ઉતરી આવતા હોય છે તેમજ કૃષિ જણસના ભાવો ના મળતા જગતનો તાત દુખી બન્યો છે આજે હળવદ યાર્ડમાં વરીયાળીના ભાવો અચાનક ઘટી જતા એક હજારથી વધુ ખેડૂતો ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો .

હળવદ માર્કેટિંગ યાર્ડમાં હાલ વરીયાળીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ગત સપ્તાહના અંતે ૧૩૦૦ રૂ ખરીદીનો ભાવ હતો જોકે આજે સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો વરીયાળી લઈને પહોંચ્યા ત્યારે ભાવ ૧૩૦૦ ને બદલે ૯૦૦ રૂ જ હોવાનું માલૂમ પડતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો હતો અને કૃષિ જણસનો પૂરો ભાવ ના મળે તો ખેડૂત દેવાદાર બની જાય જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો હળવદ હાઈવે પર આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક ખેડૂતોએ વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY