રાજપીપળા નજીક વાહન ચેકીંગ કરતી પોલીસ પર મારી નાખવાના ઇરાદે વાહન ચઢાવવાનો નિષ્ફળ પ્રયાસ   

0
254

જોકે જીઆરડી અને હોમગાર્ડ સાઈડમાં કૂદી જતા આબાદ બચાવ બાદ ગાડી પોલીસ ચોકીમાં ઘૂસાડી દેતા નુકસાન  

રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ ચૂંટણીને લઈને ઠેર ઠેર ચેકીંગ ચાલી રહ્યું છે ત્યારે ગતરોજ રાજપીપળા નજીકની મોવી ત્રણ રા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહેલી પોલીસ અને અન્ય ટિમ ઉપર એક વાહન ચાલકે વાહન ચઢાવવા નો નિષ્ફળ પ્રયાસ કરતા એની વિરુદ્ધ ફરિયાદ થવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ તરફથી રાજપીપળા તરફ આવી રહેલી એક ટાટા કંપનીની ACE zip GJ 16 AU 1162 ગાડીના ચાલક દિલીપ પ્રતાપભાઈ વસાવા રહે.વાંદરવેલી તા.નેત્રંગજી એ ડ્રાઇવીંગલાયસંસ વગર તેના કબ્જાની ગાડી નેત્રંગ તરફ થી હંકારી રાજપીપલા તરફ જવાના રોડ ઉપર આવતા મોવી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગની કામગીરી માટે બેરીકેટ મુકી વાહન ચેકીંગની કામગીરી કરતા પોલીસ, હોમ ગાર્ડ તથા જી.આર.ડીના માણસો દ્રારા વાહનને ઉભા રાખવા માટે વાહનના ચાલકને ફાઇબરની લાકડી તથા હાથનો ઇશારો તથા વ્હીસલ વગાડી જણવાતા તેણે ગાડીની સ્પીડ ઇરાદા પુર્વક વધારી ફરીયાદીનુ મોત નીપજાવવાના ઇરાદે ગાડી તેના ઉપર લઇ આવતા ફરીયાદી સાઇડમા કુદી જતા પોર્ટહટ (પોલીસ ચોકી) આગળ વાહન ચેકીંગ માટે ઉભેલ હોમગાર્ડનુ પણ મોત નીપજાવાના ઇરાદે એકદમ ગાડી ઇરાદા પુર્વક ઉપર નાખતા હોમગાર્ડ માણસો પણ સાઇડમા કુદી જતા ગાડી પોર્ટાહટ (પોલીસ ચોકી) આગળના ભાગે ઘૂસાડી દઇ ચોકીમાં નુકસાન કરતા પોલીસે આ બાબતે ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY