આપણાં યુવાનો ઘરઆંગણેના ગોળના ગાડાં છોડીને વિદેશી સેકરિન ફાંકવા વિદેશ શા માટે દોડી જતા હશે? આવો પ્રશ્ર્ન ઘણીવાર ઘણાંને થતો હશે. સવાલ સ્વાભાવિક પણ છે. એની સામે જુવાનિયાઓની એવી દલીલો પણ રહી છે કે મોડર્ન જીવનશૈલી, આધુનિક સુવિધાઓ, સ્વચ્છતા, સભ્યતા, શિસ્ત, કાયદાઓનું પાલન જેવું આપણા દેશમાં કયાં છે?
મહદ્અંશે એમની દલીલોમાં તથ્ય પણ લાગે, પરંતુ વિદેશ જવા માટે કોઈ પણ પગલું ભરવું કે ગેરકાયદે ત્યાં વસવાટ કરવો એ પણ ઉચિત પગલું તો નથી જ નથી.
તાજેતરમાં અમેરિકામાં ઈમિગ્રેશનના કાયદાઓનું ઉલ્લંઘન કરનારા ૧૨૯ ભારતીય વિદ્યાર્થીઓને ભારતભેગા થઈ જવા સુધીની નોબત આવી છે ત્યાં તેમની અટકાયત થઈ છે, ભારત સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. આ વિદ્યાર્થીઓ અમેરિકાના વીઝા મેળવવા માટે બનાવટી યુનિવર્સિટીમાં એડમિશન લીધા હોવાનું કહેવાય છે.
આજે ભારતમાં વિપુલ તકો નિર્માણ થઈ રહી છે. સાયન્સ, ફાર્માસ્યુટિકલ, આઈટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી યુવાનો માટે દરવાજા ખુલ્લા થઈ રહ્યા છે ત્યારે અમેરિકા જઈને ગેરકાયદે વસવાટ કરવાનું પગલું શા માટે ભરવું જાઈએ?
હા, થોડા વર્ષો પહેલાની વાત જુદી છે જ્યારે ભારતની ઈકોનોમી, ટેક્નોલોજી, ઉદ્યોગ-ધંધાઓ ગતિશીલ ન હતા અને વિદેશના અર્થતંત્રને આપણે જેટલું મજબૂત માનીએ છીએ એટલું રહ્યુ નથી, એ પણ હકીકત છે. અમેરિકી કે યુકેમાં રહેતા મૂળ ભારતીયોની હાલત જાણી જાજા. ત્યાં ‘કેટલી વિશે સો’ થાય છે એ એમનું મન જ જાણે છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે થોડા વખત પહેલાં એક સૂત્ર આપેલુંઃ ‘બાય અમેરિકા, હાયર અમેરિકા’. એચ-વનબી વીઝા હોલ્ડરો તો ઠીક છે, પરંતુ આ પ્રકારના વીઝા ધારકોના એચ-ફોર વીઝા તથા એલ-વન વીઝા હોલ્ડર ફેમિલી મેમ્બરોને પણ મુશ્કેલી થશે, એવો એમનો અણસાર હતો. મતલબ ‘ઘરના ઘંટી ચાટે અને પડોશીને આટો’ એવું ટ્રમ્પ ઈચ્છતા નથી. સૌ પ્રથમ અમેરિકન કંપનીઓએ અમેરિકી નાગરિકોને નોકરી આપવાની એવી તેમની સાફ નીતિ છે.
બીજી બાજુ ભારતીય અર્થતંત્ર સુધરતા, ભારતમાં જ ઉજળી તકો ઊભી થતા વિદેશમાં વસી ગયેલા આપણા ઘણા યુવાનો – યુવાધન પાછા ભારત આવી રહ્યા છે હોંશે હોંશે. અમેરિકા, યુકે, અખાતી દેશો, સિંગાપુર અને હોંગકોંગમાં કારકિર્દી બનાવવા ગયેલા ભારતીયો ભારત પાછા આવવાની તકો તપાસી રહ્યા છે. આજ પ્રવાહ પલટાયો છે. ધીમે ધીમે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે.
ભારત ડેટા સાયન્સિસ, મશીન લ‹નગ એનાલિટિક્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ સહિતની નવી ટેક્નોલોજી વિકસાવી રહ્યું છે. આ ક્ષેત્રમાં અનુભવ ધરાવતા યુવાનોની ડિમાન્ડ વધી છે. એમાંય વિદેશી ધરતી પર કામ કરીને આવનારા ટેલેન્ટેડ યુવાનોને સારી-મોટી પોસ્ટ પર બેસાડાય છે.
બેંગલોર અને હૈદરાબાદ શહેરો જુઓ. આ બન્ને શહેરો વિદેશમાં કામ કરતા અને ભારતમાં પાછા ફરવા માટે લોહચુંબક બની રહ્યા છે. અહીં વેસ્ટર્ન સ્ટાઈલ વર્ક ઍન્વાયર્ન્મેન્ટ છે, બિઝનેસ-ઈન્ડસ્ટ્રીયલ યાડ્ર્સ છે, ઉજળી-વિપુલ તકો છે – અને હા, સારા વેતન છે. કદાચ એટલે જ ઘણાં યુવાનો ભારત પાછા આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કદાચ એટલે જ ગૌરવભેર જાહેરાત કરી હતી કે ‘અમે બ્રેઈન ડ્રેઈનને બ્રેઈન ગેઈન’માં બદલી રહ્યા છીએ.
આજે ગ્લોબલ કંપનીઓ અને ટોચની ભારતીય મલ્ટિનેશનલો વરસોથી વિદેશમાં અનુભવનું ભાથું ભેગું કરીને બેઠેલાઓને તોતિંગ પગારની ઓફર કરે છે અને તેમને સેટલ કરે છે. ‘બ્રેઈન ગેઈન’નું આ એક મોટું કારણ તો છે જ. આ ઉપરાંત વિદેશમાં મળતા લે-ઓફ પણ એક કારણ છે. ત્રીજું મહત્વનું કારણ ભારતમાં વસતા માતા-પિતાની ચિંતા અને તેમની સંભાળ છે. આવા સબળ કારણોસર મોદીના વિઝન મુજબનું બ્રેઈન ગેઈન થઈ રહ્યું છે.
વિદેશની ભૂમિ ગમે તેટલી રંગીન હોય, ત્યાંની ઝાકઝમાળ આંખોને આંજી દેનારી હોય, પરંતુ માદરે વતન, એની માટીની મીઠી સુગંધને કોઈ પહોંચી ન શકે. માત્ર ભૌતિક સુખાકારી માટેની દોટ અલ્પજીવી હોય છે. સંતુષ્ટ જીવન સુખની ચાવી છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



