હળવદમાં ગ્રાહક સુરક્ષાની એસીતેસી વેચાણ કરતા દુકાનદારો સામે તંત્રનું શંકાસ્પદ મૌન

0
13
twitter.com/_jagograhakjago

કિંમત કરતા વધુ ભાવ લઈ ગ્રાહકોને જાહેરમાં લૂંટવામાં આવે છે, છતાં તંત્રની આંખે પાટા

ગ્રાહકો જાગુત બને તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેવા કે જાગો ગ્રાહક જાગો, અજ્ઞાન અને ગરજનો લાભ ઉઠાવતા વેપારીઓને સીધા કરવા ગ્રાહક સુરક્ષા ધારા નો કાયદો મજબૂત છે છતાં પણ હળવદ શહેરમાં ગ્રાહક ધારાનો બેરોકટોક ભંગ થઇ રહ્યો છે કોઈ પણ વસ્તુ પર છાપેલી વેચાણ કિંમત એમ,આર,પી, થી વધુ કિંમત વસૂલવી ગુન્હો હોવા છતાં શહેરમાં અનેક વેપારીઓ જુદી જુદી વસ્તુઓમાં પાણીની બોટલ દૂધની થેલી મિનરલ વોટર પાણીની બોટલ છાશની થેલી ઠંડાપીણાની બોટલ જેવી અનેક વસ્તુઓમાં એમઆરપી કરતાં વેપારીઓ પોતાના મન ફાવે તેમ બે રૂપિયાથી પાંચ રૂપિયા સુધીના વધુ કિંમત લઈ રહ્યા છે હળવદ શહેરમાં દરરોજ હજારોની સંખ્યામાં દૂધ છાશ પાણીની બોટલ પાણી ના પાઉચ વેચાઇ રહ્યા છે જેમાં જાણીતી બ્રાન્ડની થેલીઓમાં પણ વેપારીઓ mrp કરતા મરજી મુજબ ભાવ વસુલી રહ્યા છે હાલ શહેરમાં એક-બે ના સિક્કા ની તંગી હોવાના કારણે ગ્રાહકો છાપેલી કિંમત કરતા નાછૂટકે પાંચ રૂપિયા સુધી આપવા પડે છે આમ શહેરમાં વેપારીઓ દ્વારા ગ્રાહકોને યેનકેન પ્રકારે લુટવા માં આવે છે વેપારીઓ ગ્રાહક સુરક્ષાની નિયમોની એસી તૈસી કરીને છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસુલે છે પરંતુ આ અંગે તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યયુ છે તંત્રની ધોર બેદરકારીના કારણે શહેરીજનો ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે ગ્રાહક સુરક્ષા ધારાનો અસ્તિત્વ શહેરમાં છે કે કેમ ?તંત્ર દ્વારા ગ્રાહક સુરક્ષા ધારાનો કડક માં કડક અમલ કરી ગ્રાહકોને છેતરતા વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી હળવદ શહેરીજનોની માગણી ઉઠવા પામી છે,

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY