હળવદ શહેરમાં પાણીનો પ્રશ્ન માથું ઉચકે તેવા સંકેત

0
68

હળવદ બ્રાહ્મણી-૨ ડેમમાં પાણી ઘટી જતા જૂન મહિનાના પ્રારંભથી થી હળવદ શહેર માટે પાણીનો પ્રશ્ન ઉભો થાય તેવા સંકેતો

મચ્છુ- ૨ ડેમમાં ૭૬૨ એમસીએફટી પાણીનો જથ્થો હોવાથી આગામી જુલાઈ મહિના સુધી ડેમમાંથી પાણી મળી રહેશે: ચોમાસું કદાચ ખેચાઈ તો લોકો પાણી માટે હેરાન ન થાય તેના માટે આગોતરું આયોજન. મોરબી-માળિયા લોકો પીવાના પાણી માટે ચિંતા મુક્ત

મોરબી જીલ્લામાં આવતા દસ ડેમમાંથી આજની તારીખે માત્ર ત્રણ જ ડેમમાં પાણી છે જેથી ઉનાળાના અંત સુધીમાં જુદાજુદા શહેર અને ગામડાઓમાંથી પાણીનો પોકાર ઉઠે તેવી શક્યતા છે જેથી આગામી જુન મહિના સુધી સ્થાનિક જળાશયોમાંથી પાણી લઈને તેમજ નર્મદાના નીર આધારે લોકોને પીવાનું પાણી પહોચાડવા માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે જો કે, હળવદ ના બ્રાહ્મણી ૨ ડેમમાં પાણી ઘટી ગયું હોવાથી જુન મહિનાના પ્રારંભથી જ હળવદ શહેર માટે પાણીનો પ્રશ્ન ઉભો થાય તેવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે અને મચ્છુ- ૨ ડેમમાં ૭૬૨ એમસીએફટી પાણીનો જથ્થો હોવાથી આગામી જુલાઈ મહિના સુધી આ ડેમમાંથી પીવાનું પાણી મળી રહે તેવી શક્યતા છે જેથી મોરબી અને માળીયાના લોકોને પીવાના પાણી માટે કોઈ ચિંતા નથી

મોરબી જીલ્લાના ૩૫૦થી વધુ ગામોમાંથી લગભગ ગામના તળાવો, નદી, નાલા ખાલી ખમ્મ પડ્યા છે અને આટલું જ નહિ સ્થાનીક જળસ્ત્રોત એટલે કે ડેમમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી નથી ત્યારે સિચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાય સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, જીલ્લાના જળાશયોમાં કુલ મળીને ૧૦૯૭૦ એમસીએફટી પાણી સંગ્રહિત કરી શકાય છે જેની સામે આજની તારીખે માત્ર ૧૫ ટકા જળ જથ્થો મોરબીના જુદાજુદા ડેમોમાં છે અને હાલમાં હળવદના બ્રાહ્મણી ૨ ડેમમાંથી પાણી આપવામાં આવે છે તે ડેમમાંથી જુના મહિનાના પ્રારંભથી જ પાણી મળતું બંધ થઇ જવાનું છે જેથી હળવદ શહેર માટે પાણીનો પ્રશ્ન ઉભો થઇ શકે છે માટે સરકારમાં તેની જાણ કરી દેવામાં આવી છે

વધુમાં જણાવ્યું હતું કે, જીલ્લાના તમામ જળાશયોમાં પાણીનો જીવંત જથ્થો ૧૨૯૩ એમસીએફટી છે અને ગ્રોસ જથ્થો ૧૬૦૯ એમસીએફટી છે જેના આધારે આગમી ચોમાસા સુધી લોકોને પીવાના પાણી માટે હાલાકીનો સામનો ન કરવો પડે તેવી રીતે પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જો કે, મચ્છુ ૨ ડેમાં કે જેમાંથી મોરબી અને માળિયા તાલુકાને પીવા માટેનું પાણી આપવામાં આવે છે તે ડેમમાં આજની તારીખે ૭૬૨ એમસીએફટી પાણી છે જેથી આ બંને તાલુકાને તો પીવા માટે આગામી જુલાઈ મહિના સુધી મચ્છુ ૨ ડેમમાંથી પાણી મળે તેમ છે

હાલમાં જીલ્લાના જુદાજુદા જળાશયોમાં પાણીનો માર્યાદિત જથ્થો જ હોવાથી લોકો દ્વારા પાણીનો બિન જરૂરી બગાડ રોકવામાં આવે તે જરૂરી છે માટે મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા લોકોને પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે અને જો ચોમાસું કદાચ ખેચાઈ તો લોકોને પાણી માટે હેરાન ન થવું પડે તેના માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે તેવી લાગણી પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
મયુર રાવલ હળવદ
મો.9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY