અત્યાર સુધીમાં ૧૪ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી, રૂ. ૩૪ કરોડની આવક
કેવડીયા,તા.૧૧
સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક કર્મચારીએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન એક્સપ્રેસ ટીકીટની કિમત રૂપિયા ૧૦૦૦ ની જગ્યાએ ટ્રાવેલ્સ એજન્સીએ ટિકિટ સ્કેન કરી જેની પીડીએફ બનાવી એડીટ કરી જ્યાં રૂપિયા ૧૦૦૦ લખેલા હતા. ત્યાં ૧૫૦૦ રૂપિયા લખી પ્રવાસીઓ પાસેથી ૧૫૦૦ ઉઘરાવ્યા હતા.ટીકીટ સાથે ચેડાંનો કેસ આવ્યો સામેટ્રાવેલ્સ કંપનીએ પ્રવાસીઓ સાથે ૫૦૦ રૂપિયાનો છેતરપિંડી કરતી હતી. આમ સ્ટેચ્યુ પરથી આવા બે પ્રવાસીઓ મળી આવ્યા કે, જેમની ટિકટ ૧૫૦૦ રૂપિયાની હતી એટલે તેમને સ્ટેચ્યુના કર્મીઓએ વાત કરતા છેતરાયાની અનુભૂતિ કરી જેમને પુછાતા દિપક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની મુંબઈ Âસ્થત એજન્સીએ બે પ્રવસીઓ સાથે ૧૫૦૦ ની ટીકીટ બનાવી ૫૦૦ લેખે બે ટીકીટના રૂપિયા ૧૦૦૦ની પ્રવાસીઓ સાથેએ વિશ્વાસ ઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો.
અત્યાર સુધીમાં ૧૪ લાખ પ્રવાસીઓએ આ સ્ટેટ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. અને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને ૩૪ કરોડ રૂપિયા જેટલી માતબર રકમની આવક પણ થઇ છે.
હાલ વેકેશનનો માહોલ હોય મોટી સંખ્યામાં પબ્લિક આવતી હોય છે. આ પ્રકારની છેતરપિંડી કેટલા ગ્રાહકો સાથે થઇ છે, તે અંગેની તપાસ કેવડિયા પોલીસે સ્ટેચ્યુના મામલતદારની ફરિયાદના આધારે ગુનો નોંધી હાથ ધરી છે. જેની બીજા એજન્સીઓ પ્રવાસીઓ સાથે આવી છેતરપિંડી ન કરે તેના અંગે તપાસ કરતા અધિકારી ડીવાયએસપી અચલ ત્યાગીએ જણાવ્યું કે, આ ગુનામાં વધૂતપાસ હાથ ધરી છે, અને અહીંની પોલીસ ટીમે મુંબઈ જઈને આગળની કાર્યવાહી કરીને ઈસમની ધરપકડ પણ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




