પણજી,તા.૨૨
રાફેલ વિમાનોની ડીલના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ગોવાના પણજી શહેરમાં એક બીજાની સાથે ભિડાઈ ગયા હતા.આરોપ છેકે ભાજપના પ્રમુખે સમોસાની થાળી ફેંકી હતી.
રાફેલ સોદામાં સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ક્લીન ચીટ આપ્યા બાદ ભાજપના કાર્યકરો શુક્રવારે ગોવામાં કોંગ્રેસના કાર્યાલય પર પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.તે વખતે બંનેપ પક્ષના નેતાઓ અને કાર્યકરો એક બીજાની સાથે ભીડાઈ ગયા હતા.
ભાજપના પ્રમુખ વિનય તેંડુલકરે કહ્યું હતુ કે અમે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ અમારા પર હુમલો કરીને વસ્તુઓ ફેંકી હતી.
જ્યારે કોંગ્રેસનો આરોપ છેકે ભાજપના નેતાઓ પાર્ટી કાર્યાલયની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે અમે તો તેમનુ સ્વાગ કરીને તેમનો સમોસાનો નાસ્તો ઓફર કર્યો હતો અને તેમનુ ફૂલોથી સ્વાગત કર્યુ હતુ પણ ભાજપ અધ્યક્ષ ભડકી ગયા હતા અને તેમણે કાર્યકરોના મોઢા પર સમોસાની થાળી ફેંકી હતી. બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



