ભુજ: ભુજ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન માનકુવા પો.સ્ટે. વાંઢાય ગામની સીમમાં થયેલ લોખંડ ચોરી સબંધે લોરીયા ચેક પોસ્ટ પાસે આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે, માનકુવા પો.સ્ટે. લોખંડના સળીયાની ચોરી કાસમ ઉર્ફે કાસુ રમજુ અબડા, તથા તેની સાથેના અન્ય વ્યકિતઓએ મળી કરેલ છે, અને ચોરી કરેલ લોખંડના સળીયા ભખરીયા ગામ પાસે આવેલ કાયલા ડેમ પાસે એક અવાવરૂ ઓરડીમાં સંતાડી રાખેલ છે, અને આ કામસ ઉર્ફે કાસુ રમજુ અબડા હાલે તેની ચોકી કરે છે. તેવી પાકી અને ભરોસાપાત્ર હકીકત મળતા બાતમી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા મળેલ બાતમી મુજબ એક ઇસમ હાજર મળી આવેલ જેને સાથે રાખી ઓરડીમાં તપાસ કરતા લોખંડના સળીયા ૯.૨૦૫, ટન જેની કિ.રૂા.૫,૫૨,૩૦૦/- નો મુદામાલ મળી આવેલ છે.
આ બાબતે પકડાયેલ ઇસમ કાસમ ઉર્ફે કાસુ રમજુ અબડા,(ઉ.વ.૩૮, રહે.ભખરીયા, તા.ભુજ)વાળાની યુકિત પ્રયુકિતથી પુછ પરછ કરતા જણાવેલ કે, આ લોખંડનો જથ્થો પોતાના ભાઇ ગફુર રમજુ અબડા, સાથે અબ્બાસ કેશર ત્રાયા(રહે.કમાગુના, તા.ભુજ),લતીફ જુશબ મેર(રહે.કોડકી, તા.ભુજ), અનવર ઇશાક નાગીયા(રહે.સામત્રા, તા.ભુજ)વાળો તથા અન્ય ત્રણ ઇસમો સાથે મળી અગાઉ આ જગ્યા જોઇ આવેલ અને ગઇ તા.૦૮/૦૬/૨૦૧૯ના રાત્રીના ભાગે વાંઢાય ગામની સીમમાંથી આ લોખંડના સળીયાની ચોરી કરવા એક ટ્રકમાં ગયેલા અને વાંઢાય ગામની સીમમાં લોખંડના સળીયા તે ટ્રકમાં ભરી ચોરી કરેલ અને આ સીવાય અગાઉ પણ અવાર-નવાર દેશલપર વાંઢાય ખાતે આવેલ એમ.આર.સીવ કંપનીના સ્ટોરમાંથી આ રીતે જ લોખંડની ચોરી કરેલાનું કબુલાત કરેલ છે.
આ સબંધે માનકુવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૮/૧૯, આઇ. પી. સી. કલમ-૩૭૯ મુજબ એમ.આર.સીવ નામની કંપનીએ સીમેન્સ ગામેસા કંપની પાસેથી ખરીદેલ લોખંડના સળીયાની ચોરી થયેલ અંગે ફરીયાદ દાખલ થયેલ હોય જેથી આરોપી કામસ ઉર્ફે કાસુ રમજુ અબડા(ઉ.વ.૩૮, રહે.ભખરીયા, તા.ભુજ) વાળાને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(આઇ) મુજબ અટક કરી લોખંડના સળીયા ૯.૨૦૫, ટન જેની કિ.રૂા.૫,૫૨,૩૦૦/- નો મુદામાલ રીકવર કરી મુદામાલ તેમજ પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે માનકુવા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
પત્રકાર ગૌતમ બુચિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





