કોચ્ચી,તા.૨૨
કેરળમાં નન સાથે બળાત્કાર અને અકુદરતિ યૌન સંબંધના આરોપમાં જલંધરના બિશપ ફ્રેન્કોની કોચીમાંથી શુક્રવારે ધરપકડ કરાઇ છે. ત્રણ દિવસની સઘન પૂછપરછ બાદ બિશપ વિરુદ્ધ પ્રયાપ્ત પુરાવા મળી આવ્યા હતા, આ પુરાવાને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બિશપ સાથે લાંબી પૂછપરછ માટે પોલીસે તેની ધરપકડ કરી છે.
શુક્રવારે સતત ત્રણ દિવસ પૂછપરછ માટે બિશપ ફ્રેન્કોની તિરુવનંતપુરમ સ્થિત ક્રાઇમ બ્રાંચ ઓફિસમાં અટકાયત કરી હતી. ત્યાંજ બિશપ ફ્રેન્કોની ધરપકડ કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે બિશપ વિરુદ્ધ એફઆઇઆર દાખલ થયાના ૮૫ દિવસ બાદ ધરપકડ કરાઇ છે. એફઆઇઆર ૨૮ જૂને કુરાવિલંગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
પોલીસે પૂછપરછ દરમિયાન ફ્રેન્કો વિરુદ્ધ પૂરતા પુરાવા એકઠા કર્યા હતા. આરોપીએ કેરળની હાઇકોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી છે, જેના પર કોર્ટ ૨૫ સપ્ટેમ્બરે સુનાવણી કરશે. જામીનની અરજીમાં બિશપે દાવો કર્યો છે કે તેના વિરુદ્ધ કરાયેલા આરોપ એક ઘડાયેલી વાર્તા છે, જેનો ઉદ્દેશ બદલો લેવો છે.
બિશપની ધરપરકડ બાદ છાતીમાં દુખાવાને કારણે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જાકે બાદમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પોલીસ જણાવ્યું હતું કે, બિશપનું બ્લડ પ્રેશર ઘટી જવાને કારણે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



