પોલીસકર્મીને ચાલુ ફરજે હાર્ટ અટેક આવ્યો, મહિલા પીએસઆઈ પર મુકાયો આરોપ

0
22

મોરબી,તા.૨૬
મોરબીના મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ચાલુ ફરજ દરમિયાન હાર્ટ અટેક આવતા તેમને તાકીદે સરવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વસંતભાઈ રાજુભાઇ વાઘેરે સિવિલ હોસ્પિટલના બિછાનેથી એ ડિવિઝન પોલીસ સમક્ષ એવું નિવેદન નોંધાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ મહિનાથી મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ફરજ દરમિયાન આ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એ.વી.ગોંડલીયાની જોહુકમી મુજબ જે તે અરજીઓ જમાદાર પાસે તપાસમાં આવતી હોય છે. આ અજરદાર મહિલા પોલીસ વિરુદ્ધ આક્ષેપ કરવાની ટેવ ધરાવતી હોય તેની વધુ એક અરજી આવતા તપાસ હેડ કોન્સ્ટેબલ વસંતભાઈને સોંપવામાં આવી હતી. આ બાબતે વસંતભાઈએ એવી રજુઆત કરી હતી કે આ બાબતની તપાસ જે તે અધિકારી પાસે રાખવી જોઈએ, પરંતુ અધિકારીએ જોહુકમી ચલાવીને મરજી મુજબ કામ આપીશ તેવું કહ્યું હતું.
જે બાદમાં તેમને તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ડોકટરોએ તેમને હાર્ટ અટેક આવ્યો હોવાનું નિદાન કર્યું હતું. હેડ કોન્સ્ટેબલે પોતાની આ સ્થિતિ માટે મહિલા પીએસઆઇ ગોંડલીયાને જવાબદાર ગણાવતા મોરબી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. હાલ આ મામલે ડિવિઝન પોલીસે તેમનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY