નિયત દર કરતા વધારે રૂપિયા પડાવતું પીયુસી સેન્ટર… બોર્ડ લખી દર દર્શાવ્યા

0
14

હિંમતનગર,તા.૨૬
સાબરકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના નવા નિયમો લાગુ કરવા સરકારે મુદ્દત વધારી આપી છે. ત્યારે પીયુસી, ડ્રાઈવિંગ લાયસન્સ, એચએસઆરપી નંબર પ્લેટ સહિતની જરૂર વસ્તુઓ માટે લોકો દોડધામ કરી રહ્યા છે. ત્યારે હિંમતનગર શહેરમાં પીયુસી કઢાવવા વાહન ચાલકોની પીયુસી સેન્ટર આગળ લાઈનો લાગી રહી છે. ત્યારે શહેરના એક પીયુસી સેન્ટરે સરકારે નિર્ધારિત કરેલા દરોથી વધારે વસૂલતું દર લખેલું બોર્ડ લગાવ્યું છે. ટુવ્હિલર ધારકોએ ૨૦ના બદલે ૫૦ રૂપિયા ચૂકવવા પડે છે.
હિંમતનગરમાં આવેલી એક પીયુસી સેન્ટર બાઈક સહિતના ટુવ્હિલર માટે રૂ. ૫૦, પેટ્રોલમાં થ્રી વ્હિલરના રૂ. ૭૦, ડીઝલ થ્રી વ્હિલરના રૂ. ૧૦૦, પેટ્રોલમાં ફોર વ્હિલર ના ૭૦, ડીઝલ ફોર વ્હિલર રૂ. ૧૦૦ અને અન્ય ચાર ચક્રી વાહનોના રૂ. ૧૦૦ પડાવાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY