કેરળ પુરગ્રસ્તોની મદદ માટે સુરત શહેર ફાયર બ્રિગેડની ટુકડી રવાના

0
248

પુરગ્રસ્તોને મદદ માટે આધુનિ બોટ સહિતના સાધનો પણ લઈ જવાયા
સુરત, તા.૧૮
કેરળમાં આવેલા ભયંકર પૂરને પગલે પુરગ્રસ્તોની મદદ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડïની એક ટીમ બચાવના સાધનો સાથે રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ટીમ અમદાવાદ પહોîચી ત્યાં અન્ય શહેરોની ટીમો સાથે કેરાલા રવાના થશે અને ત્યાં બચાવ કાર્યમાં જાતરાઈ જશે.
કેરળમાં ભીષણ પૂરને કારણે બારે તારાજી સર્જાય છે. હજારો પરિવાર બેઘર બની ગયા છે. મેઘ તાંડવને કારણે હજરો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આવા સમયે કેરળની પ્રજાને પડખે ઉભા રહેવા માટે દેશભરમાંથી રાહત સામગ્રી સાથે મદદ પહોîચી છે. આ સમયે ગુજરાïત સરકાર પણ પુરગ્રસ્તની વહારે પહોîચવા માટે ગુજરાતના શહેરોની ટીમો તૈયાર કરવામાં આવી રહી છે અને આ ટીમો કેરાળા પૂરગ્રસ્ત વિસ્તારમાં જવા માટે રવાના થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાનીટીમ પણ આજે સવારે રવાના થઈ છે. સુરત મનપાના ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર કેરળમાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક ફાયર અોફિસર ૧૯ ફાયર ફાયટરો સાથેની ટીમ અમદાવાદ થઈ કેરળ રવાના થઈ હતી. પૂરગ્રસ્તોને બચાવવા માટેની તમામ સાધન સામગ્રી સાથે સુરતની ટીમ રવાના થઈ છેï.
અત્રે નોîધનીય છે કે કેરળના પુરગ્રસ્તોને મદદરૂïપ થવા માટે રાજ્ય સરકારના સીએમઅો અોફિસમાંથી મેસેજ મળતાં સુરત મહાનગરપાલિકાના કમિ.એમ. થેન્ïનારસને તુરંત જ ટીમ તૈયાર કરી દીધી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY