મોરબી જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને કપાસ, મગફળી સહિતના પાકો નિષ્ફળ જવાની સ્થિતિ જોવા મળી રહી છે.ત્યારે માળીયાના નાના દહીસરા ગામે પાણીમાં ફસાયેલા બે લોકોને બચાવી લેવાયા હતા તો હળવદના અજીતગઢ ગામ નજીક આવેલ વાડી વિસ્તારમાં ૨૦ થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી રહી છે.અજીતગઢ ગામથી ૬ કિમી દુર વાડીમાં ખેતમજુરો ફસાયા હોવાની જાણ થતા મામલતદાર વી, કે, સોલંકી , ટીડીઓ અમિતભાઈ રાવલ, ના, મામલતદાર બી, એન કણઝરીયા સહિતના અધિકારીઓ ધટના સ્થળે દોડી જઈને ગ્રામજનો સાથે મળી સામે પાર રહેલા ખેતમજુરોને રસ્તો પાર કરાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે તો વધુ મદદ માટે રાજકોટથી એનડીઆરએફની ટીમ પણ બોલાવી લેવામાં આવી છે,
મયુર રાવલ હળવદ
9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



