ભરૂચના ભઠીયારવાડ વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં આગ લાગતાં દોડધામ મચી.

0
11

ભરૂચના પશ્ચિમ વિસ્તારના ભઠિયારવાડમાં બંધ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે બનાવની જાણ ફાયર ફાઇટરોને કરાતા તેવોએ સ્થળ પર દોડી આવીને આગ ઉપર કાબુ મેળવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

ઘટનાની મળતી પ્રાથમિક માહિતિ અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભઠિયારવાડ માં અઝીઝ ઘન્ટીવાળાના બંધ મકાનમાં એકા એક આગ ભભૂકી ઉઠતા ધૂમાડાના ગોટે ગોટા નિકળયા હતા.આગ લાગ્યાની વાત વાયુ વેગ પ્રસરતા વિસ્તારના રહીશોમાં નાસભાગ મચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગના પગલે આસપાસના રહિશો તેમજ દુકાન ધારકોના જીવ ટાળવે ચોંટ્યા હતા.આગ લાગ્યાની જાણ ભરૂચ પાલિકાના ફાયર વિભાગને કરાતા તુરંત ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી હતા.ભારે જહેમત બાદ લાગેલ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી.જોકે આગમાં કોઈ જાન હાની નોંધવા પામી ન હતી.જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY