શ્રમિક કામ કરી રહ્યો હતો ત્યારે વીજ કર્મચારીએ વીજ પુરવઠો ચાલુ કરી દેતા બન્યો બનાવ
મોરબી: હળવદ તાલુકાના દેવળીયા ગામ પાસેથી પસાર થતાં હાઇવે રોડ પર પીજીવીસીએલ ની લાઈનમાં ખરાબી સર્જાતા કોન્ટ્રાક્ટર દ્વારા રાખેલા શ્રમિકો કામ કરી રહ્યા હતા તેવા સમયે પીજીવીસીએલના લાઈન મેન દ્વારા વીજ પુરવઠો ચાલુ કરી દેવાતા એક શ્રમિકનું શોટ લાગતા મોત નીપજ્યું હતું જેથી બેદરકારી દાખવવા બદલ લાઇનમેન વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા હરેશભાઈ ચંદુભાઈ સુરેલા હળવદ પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર મનોજ ચતુર ગોપાણી ના કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય ત્યારે ગઇકાલે ઈશ્વર નગર ફીડરમાં આવતા દેવળીયા હાઈવે રોડ પર પીજીવીસીએલ ની લાઈન ખરાબ થઇ ગયેલ હોય જેથી તેનું રિપેરીંગ કામ ચાલુ હતું તેવા સમયે પીજીવીસીએલના કર્મચારી દ્વારા વીજ પુરવઠો ચાલુ કરી દેવાતા હરેશભાઈ સુરેલા ને વીજશોક લાગતા તેઓનું નું મોત નીપજ્યું હતું
જેથી મૃતકના પરિવારજનો દ્વારા બેદરકારી દાખવનાર પીજીવીસીએલના કર્મચારી હરેશભાઈ ભગોરા વિરૂદ્ધ જ્યાં સુધી ગુનો નહિ નોંધવામાં આવે ત્યાં સુધી ડેડબોડી નહીં સ્વીકારવાની માંગ કરવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી અને આખરે પીજીવીસીએલ ના કર્મચારી હરેશભાઈ ભગોરા વિરૂધ્ધ મૃતકના ભાઇ અશોકભાઈ ચંદુભાઈ એ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન તેજ કર્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા પણ પીજીવીસીએલના કર્મચારીની બેદરકારીને કારણે જ વીજ લાઈન નું રીપેરીંગ કરતો એક શ્રમિક મોતને ભેટ્યો હતો ત્યારે વધુ એક બેદરકારી ભર્યો બનાવ સામે આવ્યો છે
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



