ન્યુ દિલ્હી,તા.૧૫
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીના કેટલીક સલાહનો અહેવાલ આપતાં વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. કપીલ સિબ્બલે ટ્વીટ કરી કહ્યું કે હવે મોદીએ કામ પર લાગી જવું જોઈએ અને ફોટાઓ ઓછા પડાવવા જોઈએ. સિબ્બલે ટ્વીટમાં લખ્યું છે કે, શું મોદીજી સાંભળી રહ્યાં છે?
અભિજીત બેનર્જીએ કહ્યુ છે કે ભારતીય અર્થવ્યવસ્થા ડગમગી રહી છે, આંકડામાં રાજનીતિક હસ્તક્ષેપ હોય છે, સરેરાશ શહેરી અને ગ્રામીણ ઉપભોગ ઘટી ગયું છે જે સત્તર વર્ષમાં ક્યારેય થયું નથી અને આપણે સંકટમાં છીએ. તેઓએ પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે કામ પર લાગી જાવ અને ફોટા ઓછા પડાવો. અભિજીત બેનર્જીએ કહ્યું હતું કે સરકાર દ્વારા તેજીથી સમસ્યાની ઓળખ કરવામાં આવે છે છતાં ભારતીય અર્થવ્યવસ્થા ઘણું જ ખરાબ પ્રદર્શન કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




