મોબાઇલ સેવા ઠપ્પ રહેતા યુવક-યુવતીઓને વધુ મુશ્કેલી પડતી હતી : સત્યપાલ મલિક

0
11

શ્રીનગર,તા.૧૫
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું છે કે, રાજ્યમાં મોબાઇલ સેવા બંધ રહેવા કારણે યુવક-યુવતીઓને વધુ મુશ્કેલી પડી રહી હતી. હવે તેઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે. કઠુઆમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલના કાર્યક્રમમાં મલિકે આ વાત કરી હતી.
રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે, યુવક-યુવતીઓને મુશ્કેલી પડી રહી હતી. હવે તેઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે. હવે કોઇ અડચણ નહીં આવે. આ ઉપરાંત વહેલી તકે ઇન્ટરનેટ સેવા પણ શરૂ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ટેલિફોન સેવા બંધ કરતા હોબાળો થયો હતો. અમે ટેલિફોન સેવા બંધ કરી હતી કારણ કે આતંકવાદી તેનો ઉપયોગ કરી રહ્યા હતા. અમારા માટે કાશ્મીરીઓના જીવ ટેલિફોન કરતા વધારે મૂલ્યવાન છે. પહેલા પણ લોકો ટેલિફોન વગર રહેતા હતા. હવે જ્યારે ટેલિફોન સેવા શરૂ કરવામાં આવી છે તો લોકો સામાન્ય જીવન જીવી શકે છે.
મલિકે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની સ્થિતિ સામાન્ય થઇ રહી છે અને પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. ગયા બે મહીનામાં ખીણમાં એકપણ ગોળી ચાલી નથી અને કોઇ પ્રદર્શન પણ થયા નથી. સ્થિતિ પર કડક નજર રાખવા માટે તેમણે સુરક્ષાદળોને શુભેચ્છા પણ પાઠવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY