ગુરૂ સાથે થયેલી ચર્ચા બાદ અંતે કાંતિલાલે જીવતા સમાધિ લેવાનો નિર્ણય પરત ખેંચ્યો

0
37

મોરબી,તા.૧૯
મોરબીનાના પીપળીયા ગામે રહેનાર કાંતિલાલ મૂછડીયા દ્વારા કરવામાં આવેલ જીવતા સમાધિની જાહેરાત પાછી ખેંચવામાં કરવામાં આવી છે. પોતાના ગુરૂ સાથે થયેલી ચર્ચા બાદ કાંતિલાલે આ નિર્ણય પરત ખેંચ્યો છે. અગાઉ આ મામલો ખૂબ ગરમાયો હતો અને ભારે ચકચાર મચાવનાર આ કિસ્સામાં જનવિજ્ઞાન જાથા અને પોલીસે જઈને કાંતિલાલને સમજાવ્યા હતા. કાંતિલાલે અગાઉ તમામ સમજાવટો બાદ પણ સમાધિ લેવાની જાહેરાત કરતા મામલો બીચક્યો હતો. જોકે, હવે આ મામલે બધું જ સમુસુથરું પાર પડયું છે.
કાંતિલાલ મૂછડિયાએ જણાવ્યું, “દાદાએ મને હાથ જોડીને કહ્યું નહીંતર હું તો સામાન્ય માણસ છું. જ્યાં ગુરૂ આજ્ઞા મળી જાય. ગુરૂ ગાદી આવી જાય ત્યાં માણસ લાચાર થઈ જાય. હું અગાઉ પણ તમને ગુરૂની સાક્ષીએ જ સમાધિ લેવાનું કહેતો હતો બાકી એમાં બીજી વાત ન આવે”
મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ દ્વારા આગામી તા.૨૮ના રોજ સમાધી લેવાની વાતની જાહેરાત અચાનક જ કરવામાં આવતા ભારે તર્ક વિતર્ક સર્જાયા હતા અને આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બની ગયો હતો ત્યારે કાંતિલાલ દ્વારા પણ સરકાર ની મજૂંરી ન હોય તો સમાધીનું માંડીવાળી અને બેઠા બેઠા ધ્યાનમાં જ પોતાનો જીવ જશે તેવી અગમવાણી કરાઈ હતી અને આ જ વાત પોલીસને આપેલા નિવેદનમાં પણ કાંતિલાલ દ્વારા નોંધવવામાં આવી હતી. જેમાં તંત્ર અને પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ એક પ્રાંત અધિકારી અને બે મામલતદાર સહિતની ટીમ આ કાંતિલાલ ને સમજવવા માટે બનાવવામાં આવી હતી. તો બીજી બાજુ વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડયા દ્વારા આ બધો ઢોંગ હોવાનો દાવો કરી આ વાત પોકળ હોવાની મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY