યુએન,તા.૨૯
ચીન સતત આતંકવાદી સગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર (UN)માં વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવાના ભારતના પ્રયાસોને સફળ થવા દેતું નથી. આમ કરવામાં તે નવા નવા વાધાં વચકાઓ કાઢી રહ્યું છે. હવે ચીન છડેચોક નેતા અતાર્કિક વલનનો બચાવ પણ કરવા લાગ્યું છે.
ચીને કહ્યું છે કે, આ મુદ્દે ભારત અન પાકિસ્તાનની સાથોસાથ સુરક્ષા પરિષદના સભ્ય દેશો વચ્ચે પણ સહમતિ બની શકી નથી. અઝહર વર્ષ ૨૦૧૬માં કાશ્મીરના ઉરીના સૈન્ય અડ્ડા પર હુમલા સહિત ભારતમાં અનેક આતંકવાદી હુમલાનો આરોપી છે. ઉરી હુમલામાં ભારતના ૧૭ જવાનો શહીદ થયાં હતાં.
સંયુત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટોનો અધિકાર ધરાવતા સ્થાયી સભ્ય ચીન સુરક્ષા પરિષદની અલ-કાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત અઝહરને આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં સતત અવરોધો ઉભા કરી રહ્યું છે. ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસનું સમર્થન હાંસલ છે. ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદની સ્થાપના અઝહરે કરી હતી અને આ સંગઠનને પહેલા જ સંયુક્ત રાષ્ટ્ર ની પ્રતિબંધિત આતંકી સંગઠનોની યાદીમાં મુકવામાં આવી ચુકવ્યું છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ અમેરિકી થિંક ટેંક કાઉંસિલ ઓફ ફારેન રિલેશન્સના એક કાર્યક્રમમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, જા બધા જ પક્ષોમાં સહમતિ સધાઈ જાય તો અમે તેનું સમર્થન કરીશું પરંતુ જે પણ તેનાથી સીધા સંબંધીત છે, તેઓ સમહતિ પર નથી પહોંચી શકતા. તેમણે આગળ ઉમેર્યું હતું કે, પ્રત્યક્ષરૂપે સંબંધિત પક્ષ સામાન્ય સહમતિ બનાવવામાં સક્ષમ હોય તો અમે સાથે મળીને આ પ્રક્રિયા આગળ ધપાવીશું. આ જ આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને અમે આ મુદ્દે ભારત સાથે સીધા સંપર્કમાં છીએ. આ મામલે ટૂંક સમયમાં જ સહમતિ સધાય તેવી શક્યતા છે અને અમે સાથે મળીને આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં યોગદાન આપી શકીએ છીએ.
વાંગ યીએ વધુમાં ઉમેર્યું હતું કે, સચોટ પુરાવાઓ અને તથ્યો હોવા જાઈએ. જા નક્કોર પુરાવાઓ હશે તો તેને કોઈ ફગાવી નહીં શકે. મને લાગે છે કે પાકિસ્તાન પણ તેનો સ્વિકાર કરશે. તેમણે ‘આતંકવાદ વિરૂદ્ધ લડાઈ’ માટે પાકિસ્તાનના વખાણ પણ કર્યા હતાં. સાથે જ કહ્યું હતું કે,ચીન આતંકવાદના તમામ પ્રારૂપોની વિરૂદ્ધ છે. અમે આતંકવાદ વિરૂદ્ધ લડવામાં પાકિસ્તાનના પ્રયાસોનું પણ સમર્થન કરીએ છીએ. વર્ષો પહેલા અમેરિકાના અનુરોધ પર પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં અલ-કાયદા વિરૂદ્ધ યુદ્ધમાં ભાગ લીધો હતો. જેમાં તેને મોટી કિંમત ચુકવવી પડી અને મોટું યોગદાન પણ આપ્યું. અમને લાગે છે કે, પાકિસ્તાને જે કંઈ પણ કર્યું તેના પર નિષ્પક્ષ નિર્ણય લેવામાં આવે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




