માંડવી પીપલવાડા ગામે માતાજીના વસ્ત્રો, આભૂષણ સળગાવી દીધા

0
36

કોઈકે મંદિરમાં લાકડી નાખી અખંડ દીવો ખસેડતા આગ લાગી
સુરત, તા.૩૦
માંડવી પીપલવાડા ગામ ખાતે આવેલા ગેટ ફળીયાના અંબાજી માતાના મંદિરમાં લાકડી નાંખી સળગતા અખંડ દિવાને ખસેડવા જતા આગ લાગતા માતાજીને ચઢાવવામાં આવેલા આભૂષણોને સળગાવી દઈ ફરાર થઈ ગયા હોવાનો બનાવ અજાણ્યા ઈસમ વિરદ્ધ માંડવી પોલીસ મથકમાં નોધાતા પોલીસે આઈપીસી ૨૯૫ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના પીપલવાડા ગામ ખાતે રંગજીભાઈ ચૌધરી રહે છે. તેઅો ખેડૂત છે અને ખેતી કામ કરે છે. ગત દિવસોમાં ગેટ ફળીયા ખાતે આવેલા અંબાજી માતાના મંદિરમાં અજાણ્યા ઈસમે દરવાજાની જાળીમાંથી લાકડી નાંખી મંદિરમાં સળગતા અખંડ દીવાને ખસેડી નાંખી માતાજીને ચઢાવવામાં આવેલા આભૂષણો અને કપડાને સળગાવી નાંખી અપવિત્ર કરી ધર્મ સ્થાનને અપવિત્ર કરી નુકસાન પહોîચાડી ફરાર થઈ ગયો હતો. ખેડૂતે નોîધાવેલી ફરિયાદïના આધારે પોલીસે આઈપીસી ૨૯૫ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY