રાજ્યમાં વધુ એક ખાતર કૌભાંડ ઝડપાયું, ૫૦ કિલોની બોરીમાં ૨-૩ કિલોની ઘટ

0
10

મોરબી,તા.૨૭
મોરબી જિલ્લાના વાંકાનેર પંથકમાંથી ખાતર કૌભાંડ સામે આવતા હાહાકાર મચી ગયો છે. ખેડૂતો રવિ પાકની વાવણી શરૂ કરી ત્યારે ખરીદેલા ખાતરમાંથી વજનની ઘટ પકડાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. વાંકાનેર પંથકના ગામડાઓમાં ગોડાઉનમાંથી આવેલા ખાતરમાં ૫૦ કિલોની બોરીએ ૫-૬ કિલો વજનની ઘટ સામે આવી છે. ખેડૂતોએ જોખેલા ખાતરમાં ૪૪-૫૦ કિલોની વચ્ચે વજન આવ્યું છે.
અગાઉ અમરેલી જિલ્લામાંથી ખાતરના વજનનું કૌભાંડ ઝડપાયું હતું ત્યારે ફરી એક વાર ખાતર કૌભાંડ સામે આવતાં અનેક સવાલો સર્જાયા છે. ખેડૂતોને શંકા જતા તેમણે વજન કર્યો હતો ત્યારે દરેક બોરીમાં જુદો જુદો આવ્યો હતો. આ મામલે ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય તપાસની માંગણી કરી છે.
આ પ્રકારના કૌભાંડમાં બોરીમાંથી ખાતર કાઢી અને છૂટક વેચવામાં આવતું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. અગાઉ ખેડૂતો દ્વારા ખાતરના ડેપો પર અમરેલી જિલ્લામાં જનતા રેડ કરવામાં આવી હતી. જોકે, હવે ખેડૂતો જાગૃત બન્યા છે અને ખાતર જોખી રહ્યા છે ત્યારે ખાતર કૌભાંડની આ ઘટના જાણે કે રોજિંદી બની ગઈ છે.
સરકાર આ કૌભાંડને ગંભીરતાથી લઈ અને રાજ્યવ્યાપી તપાસના આદેશ આપે તો દરેક જિલ્લાઓમાંથી ખાતરની ઘટ મળી આવવાની આશંકાઓ સેવાઈ રહી છે. જોકે, ખેડૂતોના મતે દર વખતની જેમ આ કૌભાંડમાં પણ ભીનુ સંકેલવાના પ્રયાસો કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં વાંકાનેર મોરબીના ગ્રામીણ વિસ્તારોમાં આ બનાવની ખૂબ ચર્ચા થઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY