મોસ્કો, તા. ૨૬
ફિફા વર્લ્ડકપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. સોમવારના દિવસે તમામ મેચો રોમાંચક રહી હતી. પ્રથમ મેચમાં ધારણા પ્રમાણે ઉરુગ્વેએ જારદાર રમત રમીને યજમાન રશિયાને ૩-૦થી હાર આપી હતી. રશિયાની શરૂઆતની બંને મેચોમાં જીત થઇ હતી. જા કે આ મેચમાં ઉરુગ્વેની સામે તેની તમામ નબળાઇ સપાટી પર આવી ગઇ હતી. ઉરુગ્વે તરફથી સુઝારેજ સહિતના તમામ ખેલાડી ફોર્મમાં દેખાયા હતા. સ્પેન અને મોરક્કો વચ્ચેની મેચ ૨-૨થી બરોબર રહી હતી. સ્પેન તરફથી ઇસ્કો અને લાગો અસ્પાસે ગોલ કરીને પોતાની ટીમની પ્રતિષ્ઠા બચાવી હતી. મોરક્કોની જારદાર રમત રહી હતી. પોર્ટુગલ અને ઇરાન વચ્ચેની મેચ ૧-૧ ગોલથી બરોબર રહ્યા બાદ ગોલ અંતરના આધાર પર સ્પેન ગ્રુપ બીમાં હવે ટોપ પર છે. રાઉન્ડ ૧૬માં હવે સ્પેન રવિવારના દિવસે મોસ્કોમાં યજમાન રશિયા સામે ટકરાશે. બીજી બાજુ પોર્ટુગલની ટીમ ગ્રુપ એમાં ટોપ પર રહેલી ઉરુગ્વેની ટીમ સામે શનિવારના દિવસે સોચીમાં ટકરાશે. સાઉદી અરેબિયાએ ઇજિપ્ત પર ૨-૧થી જીત મેળવી હતી. તે પહેલા રવિવારના દિવસે રમાયેલી મેચોમાં એકબાજુ શÂક્તશાળી ઇંગ્લેન્ડની ટીમે પનામા પર ૬-૧થી જીત મેળવી હતી. જે તેની તાજેતરના સમયની સૌથી મોટી જીત છે. ઇંગ્લેન્ડે આ મેચ મોટા અંતરથી જીતીને તમામ હરિફ ટીમોને ચેતવણી આપી દીધી છે. ઇંગ્લેન્ડના તમામ સ્ટાર ખેલાડીઓ જારદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. અન્ય એક મેચમાં જાપાન અને સેનેગલ વચ્ચેની મેચ ૨-૨ ગોલથી બરોબર રહી હતી. ત્રીજી મેચમાં કોલંબિયાએ પોલેન્ડ પર જીત્ મેળવી હતી. કોલંબિયાએ આ મેચમાં ત્રણ ગોલ ફટકારી દીધા હતા. ગ્રુપ એચની એક મેચમાં પોલેન્ડ પર કોલંબિયાએ ૩-૦થી જીત મેળવી હતી. આની સાથે તેની આગામી રાઉન્ડમાં પહોંચી જવાની આશા જીવંત રહી છે. કોલંબયા તરફથી યેરી મીના, રાદામેલ અને કોડરાડો દ્વારા ગોલ કરવામાં આવ્યા હતા. જાપાન અને સેનેગલ વચ્ચેની મેચ ૨-૨થી ડ્રો રહી હતી. સારા ગોલ અંતરના કારણે જાપાન પ્રથમ સ્થાને છે. જાપાન અને સેનેગલ બન્ને ટીમોને આગામી રાઉન્ડમાં પ્રવેશ કરવા માટે આગામી મેચોની રાહ જાવી પડશે. જાપાનની ટીમ હાલમાં જારદાર રમત રમી રહી છે. તે પહેલા શનિવારના દિવસે ટોની ક્રૂઝના ક્લાસિક ગોલની મદદથી નિર્ણાયક સમયમાં જીત મેળવીને જર્મનીએ અંતિમ ૧૬માં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી હતી. હારથી નિરાશ થયેલા Âસ્વડનના કોચ એન્ડરસને જર્મનીના છેલ્લી ઘડીમાં કરવામાં આવેલા ગોલ બાદ જે રીતે ઉજવણી કરવામાં આવી તેને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વર્તમાન ચેÂમ્પયન જર્મનીએ જારદાર ઉજવણી કરી હતી. સ્ટોપેજ ટાઇમમાં ટોની ક્રૂઝે ગોલ ફટકારાર્યો હતો. આ જીત બાદ જર્મની અંતિમ ૧૬માં પહોંચવા માટે આશાવાદી છે. જ્યારે અન્ય એક મેચમાં મેÂક્સકોએ દક્ષિણ કોરિયા ઉપર ૨-૧થી જીત મેળવી હતી. મેÂક્સકો સામે પ્રથમ મેચ હારી ગયા બાદ જર્મનીએ જારદાર રમત રમી હતી અને છેલ્લી ઘડીમાં જીત મેળવીને પોતાની પ્રતિષ્ઠા બચાવી હતી. બેÂલ્જયમે આક્રમક રમત રમીને ટ્યુનિશિયા પર ૫-૨થી જીત મેળવી હતી. ફિફા વર્લ્ડકપની શરૂઆતી મેચોમાં કેટલાક ઉલટફેર જાવા મળી રહ્યા છે. પ્રથમ વખત રમી રહેલી ટીમોનો દેખાવ જારદાર રહ્યો છે. મોટી ટીમના ખેલાડી પણ નવર્સ દેખાઈ રહ્યા છે. રશિયાની ચમત્કારિક રમત જાવા મળી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


