ગ્લોબલ વોર્મિંગને કારણે શિવરાત્રીએ ઘીના કમળની સાઇઝમાં ઘટાડો

0
128

ગ્લોબલ વોર્મિગની અસર અત્યાર સુધી પર્યાવરણ પર જ દેખાતી હતી પરંતુ હવે હિન્દુઓના પવિત્ર એવા શિવરાત્રી પર પણ દેખાઈ રહી છે. ગ્લોબલ વોર્મિગના કારણે પ્રદુણની માત્રામા ંથતો વધારા સાથે ગરમીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પહેલા જેવી ઠંડી હવે પડતી ન હોવા ઉપરાંત ભેળસેળીયા પદાર્થની એન્ટ્રી થતાં વર્ષોથી ઘીના કમળ બનાવનારા કલાકારોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. આવતીકાલે શિવરાત્રી નિમિત્તે સુરત શહેર એન જિલ્લાના સંખ્યાબંધ શિવ મંદિરોમાં ઘીના કમળને આખરી ઓપ અપાઈ રહ્યો છે. છેલ્લા ૩૦ વર્ષથી મહાદેવના મંદિરોમાં ઘીના કમળ વિના મુલ્યે બનાવી આપતા સુરતના પ્રકાશ જરીવાલા કહે છે, અમે જ્યારે કમળ બનાવવાની શરૃઆત કરી તે સમયે શિવરાત્રી દરમિયાન કાતિલ ઠંડી પડતી હતી તેથી કમળ બનાવવામાં સરળતા રહેતી હતી. અને વિશાળ કદના ઘીના કમળ બનતા હતા. પણ હવે ઠંડીનું પ્રમાણ ઘટી રહયું હોવાથી કમળની સાઇઝ નાની કરવી પડી છે. ગરમીને કારણે ઘી પીગળે છે અને કમળ બની શકતું નથી. ઘણીવાર કમળનો આકાર યોગ્ય રીતે બનાવી શકાતો નથી. અમારે સતત પાણીનો મારો ચલાવી તે કુલર કે પંખાની મદદથી ઠંડક રાખવી પડે છે. ઉપરાંત અગાઉ મળથી કલરની ભૂકીથી કમળનો નેચરલ કલર દેખાતો હતો. હવે કલરમાં કેમીકલ ઉપરાંત અન્ય ચીજોમાં ભેળસેળને કારણે ઘીના કમળ બનાવવામાં મુશ્કેલી નડી રહી છે. જોકે, ભેળસેળ વગરના કલરનો ઉપયોગ તો શરુ કર્યો છે. પણ અગાઉ અમે વીસેક મંદિરોમાં ઘીના કમળ બનાવતા હતા હવે ૧૨થી ૧૫ મંદિરોમાં જ બનાવી શકાય છે. કલાકારોની સંખ્યા પણ ઘટી છે. ટુંકમાં ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ઘીના કમળની સાઇઝ નાની થઇ રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY