હું કોઇ પણ નેતાના અસીમિત સમય સુધી રાષ્ટ્રપતિ રહેવાની વિરુદ્ધમાં

0
1

મૉસ્કો,તા.૧૯
રશિયાના રાષ્ટ્પતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ કોઇ પણ નેતાના અસીમિત સમય સુધી રાષ્ટ્રપતિ રેહવાની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું કે એવી સિસ્ટમ સોવિયત યુનિયનના સમયમાં રહેતી હતી. પુતિનનું આ નિવેદન દ્વિતિય વિશ્વયુદ્ધના સૈનિકો સાથે મુલાકાત દરમિયાન આવ્યું હતું. પુતિન પોતે ૨૧ વર્ષથી ક્યારેક દેશના રાષ્ટ્રપતિ તો ક્યારેક પ્રધાનમંત્રી રહ્યા છે. ૧૯૯૯માં પુતિન પ્રધાનમંત્રી બન્યા હતા. પુતિન ૨૦૦૦માં રાષ્ટ્રપતિ બન્યા. ૮ વર્ષ સુધી આ પદ સંભાળ્યા બાદ ૨૦૦૮થી ૨૦૧૨ સુધી બીજી વખત પ્રધાનમંત્રી બન્યા. ત્યારબાદ તેમણે ફરી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું. તેમનો કાર્યકાળ હજુ ૨૦૨૪ સુધી ચાલશે. મતલબ કે ૨૧મી સદીની શરૂઆતના ૨૪માંથી ૨૦ વર્ષ તેઓ જ રાષ્ટ્રપતિ રહેશે.
પુતિને બુધવારે જ રશિયાના બંધારણમાં બદલાવનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમણે દેશને સંબોધતા જાહેરાત કરી હતી કે દેશમાં રાજકીય શક્તિઓની વહેચણી વધુ સારી રીતે કરવામાં આવશે. આ શક્તિઓ રાષ્ટ્રપતિથી લઇને સંસદ, રાજ્ય પરિષદ અને અન્ય સરકારી સંસ્થાનોને પણ આપવામાં આવશે. ત્યારબાદથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પુતીન રાજકારણમાં તેમની પકડ વધુ મજબૂત કરવા માગે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY