હવસખોર મુસ્લિમ પરણિત યુવાને ફળિયાની નાની બાળકી ને ચોકલેટની લાલચે ઘર માં બોલાવી પલંગ પર સુવડાવી લાજ લેવા પ્રયાસ કરતા ફરિયાદ
રાજપીપળા: રાજપીપળા ના કસ્બાવાડ વિસ્તાર માં રહેતી એક મુસ્લિમ પરિવાર ની નવેક વર્ષ ની માસુમ બાળાને ચોકલેટની લાલચ આપી ફાળિયાનાંજ પરણિત યુવાને પોતાના ઘર માં બોલાવી લાજ લેવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ના કસ્બાવાડ માં રહેતી નવેક વર્ષ ની નાની માસુમ બાળકી શનિવારે સાંજે ફળિયા માં રમી રહી હતી ત્યારે એનાજ ફળિયાના સોહીલ અબ્દુલ રાઠોડ નામના પરણિત યુવાને બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી ઘર માં બોલાવ્યા બાદ પલંગ પર સુવડાવી બાળકી સાથે ચેનચાળા કરવા જતા બાળકી એ બુમાબુમ કરતા લોકો જોઈ ગયા બાદ આ હવસખોર યુવાનનો ભાંડો ફૂટી જતા કસ્બાવાડ માં બબાલ થવા પામી હતી ત્યાર બાદ ભોગ બનનાર બાળકીના મામા એ આ બાબતે સોહીલ રાઠોડ વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા ચેનચાળા કરી ભાગેલા સોહીલ ને પોલીસે પકડી કસ્ટડી ભેગો કરી એની સામે કાયદેસર કાર્યવાહી કરી હતી આ ગંભીર બનાવ બાદ કસ્બાવાડ માં ભારે અરેરાટી જોવા મળી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



