‘તાશ્કંદ ફાઇલ્સ’ રજૂ કરવાનો આ બેસ્ટ સમય : ફિલ્મ સર્જક
મુંબઈ,તા.૨૬
લાલ બહાદુર શાસ્ત્રીનાં જીવન પર નહીં પણ તેમનાં મોત પર ફિલ્મ બની છે. જી હીં આ ફિલ્મમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન કેવી રીતે થયુ. તેમનું મોત આજે પણ એક રહસ્ય છે. આ ફિલ્મ વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા લખવામાં આવી છે અને તેમને જ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે.
આ ફિલ્મ ૧૨ એપ્રિલનાં રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં એકથી એક ચડિયાતા એક્ટર્સે કામ કર્યુ છે. મિથુન ચક્રવર્તી, નસિરુદ્દિન શાહ, શ્વેતા બસુ પ્રસાદ, પલ્લવી જાષી, પંકજ ત્રિપાઠી, રાજેશ શર્મા, મંદિરા બેદી, પ્રકાશ બેલવાડી, વિશઅવા મોહન બડોલા, પ્રશાંત ગુપ્તા અને વિનય પાઠક મહત્વનાં પાત્રમાં નજર આવે છે.
ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ લોકોને મૂડ જાતાં મને એેમ લાગ્યું હતું કે તાશ્કંદ ફાઇલ્સ રજૂ કરવાનો આ બેસ્ટ સમય છે.
તાશ્કંદ ફાઇલ્સમાં સદ્ગત વડા પ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીજીના ભેદી મરણ વિશેની વાતો હોવાનો દાવો વિવેકે કર્યો હતો. ૧૯૬૪માં લાલબહાદૂર શાસ્ત્રીજી પાકિસ્તાનના લશ્કરી વડા અય્યુબ ખાન સાથે વાટાઘાટ કરવા રશિયાના તાશ્કંદ શહેરમાં ગયા હતા.
એક રાત્રે એેમનું અકળ કારણોથી અવસાન થયું હતું. શાસ્ત્રીજીને હાર્ટ અટેક આવ્યો હતો એવું કારણ રશિયાએ આગળ કર્યું હતું. ત્યારથી આજ સુધી એ વાત કેટલીક ફાઇલોમાં દટાયેલી પડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






