ચંદ્રયાન-૨ : આગામી મહિને ચૂંટણી દરમિયાન ચંદ્ર ઉપર યાન મોકલાશે

0
10

મુંબઇ,તા.૨૯
આગામી મહિનાથી દેશ સંપૂર્ણ રીતે ચૂંટણી ફીવરમાં ડૂબેલો હશે. એ જ દરમિયાન સમાચાર છે કે તે જ સમયે ઇસરો તેના બીજા ચંદ્રયાન મિશનને શરૂ કરવાની તૈયારીમાં છે. તેને આગામી મહિને લોંચ કરવામાં આવી શકે છે. તેના લોંચની તારીખ બે વાર ટળી ચુકવ્યા બાદ માનવામાં આવી રહ્યુ છે કે આગામી મહિને આ મિશન હકીકતમાં બદલાશે.
ચંદ્રયાન-૨ ના કેટલાક પરીક્ષણો પૂરા થઇ શકિયા ન હોવાથી તેને લોન્ચ નહતું કરવામાં આવ્યું. ભારતના પ્રથમ ચંદ્રયાન સાથે રોવર અને લેન્ડર ન હતા. આ વખતે તેમને પણ મિશનમાં સામેલ કરાયા છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણીઓનું રણશિંગુ ફુંકાઇ ચુકવ્યું છે અને એપ્રિલથી જ પહેલા તબક્કામાં મતદાન થવા જઇ રહ્યુ છે.
ઇસરોએ ચંદ્રયાન-૨ને પહેલા ૨૦૧૭માં અને પછી ૨૦૧૮માં લોન્ચ કરવાની જાહેરાત હતી પરંતુ તે શકીય ન બન્યું. ઇસરોના ચેરમેન ડો. કે. સિવને તાજેતરમાં જણાવ્યું કે ઇસરો હવે તેને એપ્રિલમાં લોન્ચ કરવા માટે દરેક શકીય પ્રયાસ કરશે. જા આમ ન થયું તો તેને જૂનમાં લોંચ કરાશે. તે માટે સતત તેના પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે.
શું ખાસ હશે
ચંદ્રયાન-૨નું વજન ૩૨૯૦ કિ.ગ્રા હશે. ચંદ્રના વર્ગમાં પ્રવેશ પછી તેનું ઓર્બિટર લેન્ડરથી અલગ થશે. તેના પછી લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે અને પછી રોવર તેનાથી અલગ થશે. ઓર્બિટર અનેક સાફ્ટવેર ઉપકરણો, કેમેરા અને સેન્સર્સથી સજ્જ છે. તેવી જ રીતે રોવર પણ અદ્યતન ઉપકરણોથી સજ્જ હશે. આ બંને મળીને ચંદ્રની સપાટી પર મળનાર મિનરલ્સ અને અન્ય પદાર્થો વિશે માહિતી મોકલશે અને ઇસરો તેના પર અભ્યાસ કરશે.
ઇસરોનું કહેવું છે કે લેન્ડરને ચંદ્રના દક્ષિણ પોલમાં ઉતારવામાં આવશે. તેના માટે બે જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. તેમાંથી એક સ્થાનને ટૂંક સમયમાં જ ફાઇનલ કરાશે. તેમાંથી કોઈ પણ સ્થળે અન્ય કોઈ દેશનું લેન્ડર નથી ઉતારવામાં આવ્યું. ઇસરો અનુસાર સાઉથ પોલની જમીન સાફ્ટ છે અને રોવરને મૂવ કરવા માટે અહીં કોઈ પ્રકારની મુશ્કેલી નથી. રોવરમાં છ વ્હીલ છે અને તેનું વજન ૨૦ કિલો છે.
રોવર માટે પાવરની કોઈ સમસ્યા ન થાય તે માટે તેને સોલર પાવર સાધનોથી સજ્જ કરાશે. તેથી પૃથ્વીથી રોવર સુધીનું અંતર ચોક્કસ રીતે શોધવામાં સરળતા રહેશે. આ પહેલા ૨૦૦૮માં ચંદ્રયાન-૧ને લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ ઇંધણની અછતના કારણે આ મિશન ૨૯ ઓગસ્ટ ૨૦૦૯ના રોજ સમાપ્ત થઈ ગયું હતું. ઇસરોએ આ મિશનનો સમયગાળો બે વર્ષનો રહેવાનો અંદાજ આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY