ફરી એકવાર ડિઝલમાં ૧૨ પૈસા અને પેટ્રોલમાં ૧૮ પૈસાનો વધારો

0
11

ન્યુ દિલ્હી,તા.૩૦
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે પણ ઈંધણના ભાવમાં વધારો જાવા મળ્યો હતો. આ ભાવ વધારા પછી દિલ્હીમાં ડીઝલનો ભાવ એક વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. પેટ્રોલનો ભાવ પણ નેશનલ કેપિટલ રીજન (દ્ગઝ્રઇ)માં લિટર દીઠ રૂ. ૭૮.૩૦ની સપાટીએ પહોંચી ગયો છે.
ગુરુવારે પેટ્રોલની કિંમતમાં ૧૨ પૈસાનો વધારો થયો હતો. આ વધારા પછી દિલ્હી એનસીઆરમાં પેટ્રોલનો લીટર દીઠ ભાવ રૂ. ૭૮.૩૦ની સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂ. ૮૧.૩૦, મુંબઈમાં રૂ. ૮૫.૭૨ અને ચેન્નાઈમાં રૂ. ૮૧.૩૫ ચૂકવવો પડે છે.
ડીઝલના ભાવની વાત કરીએ તો તેમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ડીઝલના ભાવમાં ૧૮ પૈસાનો વધારો થયો હતો. ઈન્ડિયન ઓઈલ કંપની પ્રમાણે દિલ્હી એનસીઆરમાં એક લીટર ડીઝલ માટે રૂ. ૬૯.૯૩ ચૂકવવા પડે છે. આમ, ડીઝલનો ભાવ એક વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. આમ, ડીઝલનો ભાવ એક વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. કોલકાતમાં ડીઝલનો લીટર દીઠ ભાવ રૂ. ૭૨.૨૮, મુંબઈમાં રૂ. ૭૪.૨૪ અને ચેન્નાઈમાં રૂ. ૭૩.૮૮ ચૂકવવો પડે છે. આમ, ડીઝલનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે.
છેલ્લા કેટલાક દિવસથી ક્રૂડ ઓઈલની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલ સિવાય પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી વસુલવામાં આવતા ટેક્સના કારણે ઈંધણની કિંમતમાં નોંધપાત્ર વધારો જાવા મળ્યો છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY