મારું બજેટ નથી કે હું સસ્ટેનેબલ ફેશન ખરીદી શકુંઃ સાન્યા મલ્હોત્રા

0
5

મુંબઈ,તા.૪
દંગલથી ચર્તિચ બનેલ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાની સ્ટાઈલિસ્ટ ટીમ હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે અભિનેત્રી કોઈપણ આઉટફિટ એકથી વધારે વખત ન પહેરે. જોકે વ્યક્તિગત જીવનમાં તેને એક જ આઉટફિટ વારંવાર પહેરવામાં કોઈ જ વાંધો નથી. તેનું માનવું છે કે, તેની પાસે એટલું બજેટ નથી કે તે સસ્ટેનેબલ ફેશન ખરીદી શકે.
સાન્યાએ જણાવ્યું, ‘મને સારા કપડા પહેરવા અને તૈયાર થવું સારું લાગે છે. તેની સાથે જ હું એ પણ જાણું છું કે હું દરેક વખતે પરફેક્ટ ન દેખાવ. અભિનેતાઓ આ મામલે વધારે વિચારવાનું જરૂરત નથી પડતી.’
અભિનેત્રી આગળ કહે છે, હું ખૂબ જ આળસું છું. હું ઘણો પ્રયત્ન કરું છું કે દરેક વખતે પરફેક્ટ દેખાવ, પરંતુ એ મને શોભા નથી દેતુ, ન તો મને તેનાથી ખુશી થાય છે. માટે હું એ જ કરું છું જેનાથી મને ખુશી મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY