ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેરમાં શૌચ કરનારા માટે ત્રણ મોબાઈલ શૌચલાયનું લોકાર્પણ કરાશે.

0
9

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ કર્યું હતું.દેશભરમાં સાડાસાત કરોડ શૌચાલય બનાવીને ૨૦૧૯ સુધીમાં દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવાનું લક્ષ્ય મોદી સરકારે નક્કી કર્યું છે.જ્યારે આજે ૬૩ ટકા લોકોને સફાઈનો ફાયદો મળી રહ્યો છે.

જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા પણ પોતાના કાર્ય માર્ગમાં આગળ ઝડપી ગતિએ વધી રહી છે. ભરૂચ શહેરમાં ખુલ્લામાં શૌચ ક્રિયા અટકે તે માટે જે તે સ્થળોએ નગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ મોબાઈલ ટોયલેટ વાન મુકવામાં આવશે. હાલ કુલ ૩ મોબાઈલ ટોયલેટ વાનમાં ૬ જેટલા ટોયલેટ છે. જેમાં મહિલા અને પુરૂષ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભરૂચ નગરપાલિકા દ્વારા હંગામી ધોરણે આ મોબાઈલ ટોયલેટ વાનને જરૂરિયાત જણાય તેવા સ્થળો તેમજ જાહેર કાર્યક્રમો અને સભાસ્થળોએ મુકવામાં આવશે. આવનારા સમયમાં ભરૂચ શહેર સુંદર અને સ્વચ્છ બને તેવા આશયથી ભરૂચ નગરપાલિકાનું આ પગલું આવકાર દાયક રહેશે એમ લાગી રહ્યું છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY