મુંબઈ,તા.૪
અભિનેત્રી સુષ્મિતા સેને કહ્યું હતું કે મેં દત્તક લીધેલી બંને પુત્રીઆને અસલિયત જણાવી દીધી છે કે તમે મારી કૂખે જન્મીં નથી, મેં તમને દત્તક લીધી છે.
‘સાવ કૂમળી વયે દત્તક લીધેલી પુત્રીઓ મોટ્ટી થાય અને ત્યારબાદ એમને અસલિયતની જાણ થાય તો કદાચ શાક સહન ન કરી શકે, ગેરસમજ વધી જાય અને અમારા સંબંધોમાં તિરાડ પડી શકે. એના કરતાં મેં તેમને સમયસર અસલિયતની જાણ કરી દીધી’ એમ સુષ્મિતાએ કહ્યું હતું.
તેણે કહ્યું કે અમે રમતાં હતાં ત્યારે મેં લાગ જાઇને આ વાત કાઢી હતી અને કહ્યું હતું કે તમે મારા દિલમાંથી જન્મ્યાં છો, મારી કૂખમાંથી નહીં. તરત રેનેએ પૂછ્યું હતું કે તમે અમને દત્તક લીધી છે ? મેં કહ્યું કે હા, એટલેજ મને તમારા માટે વધુ પ્રેમ છે. પેટના જણ્યા કરતાં દિલથી જણેલા વધુ વહાલાં હોય છે.
રમત રમતમાં જણાવેલી આ હકીકત એક પ્રકારનો જાદુ કરી ગઇ. બંને પુત્રી સત્ય જાણીને રાજી થઇ ગઇ. એમને બહુ સહેલાઇથી હું હકીકત સમજાવી શકી એનો મને પોતાને પણ આનંદ છે. મારે એ બંનેને અંધારામાં રાખવી નહોતી. મોટી થઇ જાય પછી ગેરસમજ થાય એના કરતાં એમને સાચી વાત કરી દેવી સારી એમ મને લાગ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




