મુંબઈ,તા.૧૪
સુપર સ્ટાર સલમાન ખાન સાથે લકી ફિલ્મમાં ચમકેલી અભિનેત્રી સ્નેહા ઉલાલનો એેના બાયફ્રેન્ડ સાથે બ્રેકપ થઇ ગયો હોવાની જાણકારી મળી હતી.
છેલ્લા એકાદ વર્ષથી સ્નેહા ઓલ ઇન્ડિયા મિક્સ્ડ માર્શલ આર્ટસ્ એસોસિયેશનના ચેરમેન અવિ મિત્તલ સાથે ડેટિંગ કરતી હતી. બંનેના ફોટોગ્રાફ્સ પણ સોશ્યલ મિડિયા પર ફરતા થયા હતા. આ ફોટોગ્રાફ્સને સેંકડો લાઇક્સ પણ મળી હતી.
સ્પોટબાય પોર્ટલના એેક રિપોર્ટ મુજબ હવે આ બંનેનો બ્રેકપ થઇ ગયો છે અને એેકમેકની સાથે વાત સુદ્ધાં કરતાં નથી. ૧૪ ફેબુ્રઆરીએ આ બંનેએ છેલ્લે સાથે વેલેન્ટાઇન ડે ઊજવ્યો હતો. ત્યારબાદ કંઇક એવું બની ગયું કે બંને છૂટ્ટાં પડી ગયાં.
સમર્થન વિહોણા અહેવાલ મુજબ અવિ બીજી યુવતીના પ્રેમમાં પડયા હોવાની જાણ સ્નેહાને થતાં એણે અવિ સાથેના સંબંધોનો અંત આણ્યો હતો. અન્ય એક અહેવાલ મુજબ અવિ પોતાના વ્યવસાયમાં વધુ બીઝી થઇ જતાં સ્નેહાને પોતાની ઉપેક્ષા થઇ રહી હોવાનું લાગ્યું હતું અને એણે અવિ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





